ખાસકરીને આ હાઈટેક ડીઝીટલ એમ્યુઝમેન્ટના યુગમાં પરંપરાગત ઢોલ શરણાઈ તો ખૂબ ઓછા જોવા મળે છે. વળી આજના યુગની અલ્ટ્રા ડી. જે. સાઉન્ડ સિસ્ટમના કાન ફાડી નાખે તેવા ધ્વનિ તરંગો વચ્ચે પેલા બેન્ડ પાર્ટીનો વ્યવસાય પણ માંદગીના બિછાને હોય તેવું વાતાવરણ જોવા મળે છે.પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા શહેરનાં ગણ્યા ગાંઠ્યા બેન્ડ પાર્ટી ગ્રુપ પૈકીના એક ગ્રુપની છે.એક તો આજના યુગમાં વિવાહના મૂહૂર્તો ઓછા હોય તેમાં પણ કર્મકાંડી બ્રહ્મદેવ, કેટરિંગ, કોમ્યુનિટી હોલ, રીસેપ્શન ઓર્નામેન્ટ, ગારમેન્ટસ પ્રિ વેડિંગ પોસ્ટ વેડિંગ શૂટિંગ, હનીમૂન ટુર, વગેરેનો ટ્રેન્ડ આમ જનતાની તો કેડ જ ભાંગી નાખે એમાં પણ દેખાદેખીનો માહોલ.. લાંબા પાછળ ટૂંકો જાય એ ઉક્તિને સાર્થક કરતાં આ લગ્નોત્સવના ખર્ચા એટલે વાત જ ન પૂછો.. દેણું કરીને ઘી પીવાય એ વાત તો સમજાય. પરંતુ લગ્ન પ્રસંગ જેવા વરાંમાં પણ સામાન્ય નાગરિક માટે તો આર્થિક સંકડામણ વચ્ચે આવા પ્રસંગો ઉકેલવા માટે પણ ઋણ લેવાની સિસ્ટમ એટલે ઇડરિયો ગઢ જીતવા જેવું.. હવે સમય આવી ચૂક્યો છે કે લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા નહીં કરીને થોડાઘણા સુધારાવાદી વલણ અપનાવીને લગ્ન પ્રસંગ પછીનો સમય દેણારહિત થઈને શાંતિ અને સુખેથી પસાર કરીએ.
આ ધનુર માસ એટલે વિવાહ ઉત્સુકો માટે કપરો કાળ..


















Recent Comments