એકતરફ બૉલીવુડની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે, તો બીજી તરફ સાઉથની ફિલ્મ્સ અને કલાકારોની ડિમાન્ડ વધી રહી છે. બૉલીવુડમાં રિતિક રોશન, રણવીર સિંહ, રણબીર કપૂર, અમીર ખાન જેવા નામોની ચર્ચા ફિલ્મોમાં ભગવાન રામ જેવા પાત્રોનાં ફિલ્માંકન માટે થતી હતી, હવે તેમની જગ્યાએ સાઉથના ચહેરા જાેવા મળે છે. ત્રણ દિવસ પહેલા ભલે આદિપુરુષનાં ટ્રેલરની નિંદા થઈ હોય, પણ ભગવાન રામનાં પાત્રમાં પ્રભાસને તો લોકોએ સ્વીકાર્યો છે. તેમને વર્ષ ૨૦૨૩માં આવનાર આ ફિલ્મ માટે ખૂબ જ પ્રેમ મળ્યો છે. હવે રામ – સીતાને લઈને હજુ એક ફિલ્મની ચર્ચા છે, જેમાં સિતાનો રોલ કંગના રનૌત નિભાવશે, પણ રામનાં રોલ માટે તામિલ સ્ટારને કાસ્ટ કરવાની વાત ચાલી રહી છે. મહાકાવ્ય રામાયણને સીતાના દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો ફિલ્મમાં પ્રયાસ કરવામાં આવશે. અલૌકિક દેસાઈની આ ફિલ્મ ભગવાન રામને મળ્યા પહેલા અને લગ્ન પહેલા સીતાનું જીવન બતાવશે. આ ફિલ્મ સીતાના મૂલ્યો વિશે વાત કરશે અને જેણે તેમના વ્યક્તિત્વને આકાર આપ્યો.વિજેન્દ્ર પ્રસાદે અલૌકિક દેસાઈ સાથે મળીને આ ફિલ્મ લખી છે.
વિજેન્દ્ર પ્રસાદે અગાઉ ૨૦૧૯માં કંગના માટે મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી લખી હતી. સલોની શર્મા અને અંશીતા દેસાઈ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે અને ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. કંગના આજકાલ પોતાની ફિલ્મ ઇમરજન્સીનાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં ડાયરેક્ટર અને એક્ટર બંનેની ભૂમિકામાં છે. તેના આગામી ફહ્લઠ થી ભરપૂર પ્રોજેક્ટ ધ ઇન્કરનેશન : સીતાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં રામના રોલ માટે તામિલ સુપરસ્ટાર ચિયાન વિક્રમને ફાઇનલ કરવામાં આવશે. હાલમાં ફિલ્મના નિર્દેશક અલૌકિક દેસાઇએ વિક્રમ સાથે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીર પણ શેર કરી હતી. જાેકે, તેમણે આ ફોટોમાં વિજરાંને તાજેતરની ફિલ્મ પીએસ-૧ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને સાથે જ લખ્યું છે કે મિટિંગ સારી રહી. હેશટેગમાં તેમણે રામ અને સીતા પણ લખ્યું છે.
ત્યાર બાદથી એવી અટકળો લગાવાઈ રહી છે કે વિક્રમને કંગના સાથે આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવશે. પ્રભાસની મચ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ છે. ટીઝર યુટ્યુબની ટ્રેન્ડીંગ લિસ્ટમાં ટોપ પર છે. જેને મિલિયન વખત જાેવામાં આવ્યું છે. જ્યાં કેટલાક ફેન્સ ટીઝરના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો ટીઝરના ફહ્લઠ વિશે નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. તે જ રીતે ઘણા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.
હનુમાન અને રાવણના લુકને લઈને પણ લોકો ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ ફિલ્મના ૫૦૦ કરોડ રૂપિયાના બજેટ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ઓમ રાઉતની બહુચર્ચિત ફિલ્મ ‘આદિપુરુષ’ (છઙ્ઘૈॅેિેજર) ઘણા સમયથી ચર્ચામાં છે. મોટા બજેટની આ ફિલ્મમાં સાઉથનો સુપરહિટ એક્ટર પ્રભાસ (ઁટ્ઠિહ્વરટ્ઠજ) જાેવા મળશે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેના વિશે દર્શકોનો મિશ્રિત પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ ‘રામ’, ક્રિતી સેનન ‘જાનકી’ અને સૈફ અલી ખાન ‘રાવન’ની ભૂમિકામાં જાેવા મળશે.
Recent Comments