fbpx
અમરેલી

આ ફેબ્રુઆરી માસમાં યુવાધન માટે પ્રેરણા લેવા જેવા મૈત્રીના આયામો. પરસ્પરનું અવલંબન… વિશ્ર્વાસનો અકલ્પનીય સેતુબંધ ક્યારે રચાય? અને એ જ વિશ્ર્વાસ પ્રગાઢ મૈત્રીમાં ક્યારે પરિવર્તિત થાય? તેરે જૈસા યાર કહાઁ? કહાઁ ઐસા યારાના. 

બસ આ ફેબ્રુઆરી મહિનો અને એમાં પણ ૧૪ ફેબ્રુઆરી જેમ નજીક આવતી જાય તેમ અવનવા ડે ની ઉજવણી આજનું યુવાધન કરતું જોવા મળે છે. જેમાં ચોકલેટ ડે, રોઝ ડે, હગ ડે, ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઈન ડે વગેરે એમાં પણ વેલેન્ટાઈન ડે ની પાશ્ચાત્ય ઘેલછા હવે સાંપ્રત સમયમાં યુવાધનમાં ખૂબ પ્રબળ બનતી જાય છે. તેવા સંજોગોમાં મૈત્રી એટલે શું? એ સંદર્ભે થોડી સમજ કેળવવી જરૂરી છે. આ સંદર્ભે પ્રસ્તુત તસ્વીરમાં

મગર અને પ્લોવર પક્ષી વચ્ચે વિશ્વાસનો આ નાતો જુઓ! જેમાં મગરે શિકાર ભોજન કર્યા બાદ તેના રાક્ષસી દાંતો વચ્ચે માંસની કરચો ફસાયેલી રહી ગઈ હોય છે,જે મગર પોતે સાફ કરી શકતી નથી હોતી.તેથી પોતે જડબુ ખોલીને બેસી જાય અને પ્લોવર પંખીડું આવીને બિન્દાસ મગરનાં દાંત ડેંન્ટીસ્ટ બનીને જાણે સાફ કરી આપે અને શુલ્ક તરીકે પોતાનું પેટ ભરી લ્યે છે!! .આમ પ્રસ્તુત તસવીર એ પરસ્પર પરાવલંબન થકી નિર્માણ થતો અકલ્પનીય વિશ્ર્વાસ જેને ભરોસો શબ્દ પણ કહી શકાય સેતુ બંધ ગણી શકાય આમ આ પરસ્પરાવલંબનનો કિસ્સો છે.પ્લોવર પંખીને વિશ્વાસ મનમાં હોય જ છે કે, મગરબેન મારું ભક્ષણ કરશે જ નહીઁ.મગર અને પ્લોવર જેવો જ બીજો કિસ્સો આપણે ગામડાંની મુલાકાત લઈએ તો ગામડામાં નિત્ય જોવા મળે છે તે ચોપગા પશુઓની પાસે કે એના માથા પર બેસેલો પેલો શ્વેત રંગધારી બગલો. ઢોર પોતાને કનડતી ઈત્તેડી જેવી જીવાતો મારીને દૂર કરી શકતું નથી અને આ બગલો ઢોરની એ જીવાતો ખાઈ જાય અને તેને અસહ્ય યાતનામાંથી મુક્તિ અપાવે છે..!! તેમની આ  જુગલબંદી રોજિંદી દેખાય તેથી લોકોએ પક્ષીને ઢોરબગલી/બગલો  તરીકે પણ ઓળખે છે.

એવી જ એક વાત જો કે કહાની છે પરંતુ હકીકતમાં પણ આવું બને છે ૧૯૬૪ માં સત્યેન બોઝ દ્વારા દિગ્દર્શિત તારાચંદ બડજાત્યાની રાજેશ્રી પ્રોડક્શન બેનર હેઠળ રજૂ થયેલી હિન્દી ફિલ્મ દોસ્તી પણ કંઈક આવો જ સંદેશ આપતી પરિવાર સાથે બેસીને જોવા જેવી હિંદી ફિલ્મ હતી. જેમાં એક પ્રજ્ઞાચક્ષુ અને એક પગેથી અપાહિજ વ્યક્તિની જીવનના સંઘર્ષની કહાની છે. એક ગાય છે તો બીજો વગાડે છે.. આમ પરસ્પરનું અવલંબન પ્રગાઢ દોસ્તીમાં પરિણમતી  આપણે જોઈ શકીએ છીએ જો કે  ક્યારેક બે વ્યક્તિ કે મહાનુભાવોની દોસ્તી કે સંકલન માનવજગતને ઘણું શ્રેષ્ઠ પ્રદાન કરે છે. દા.ત. કલ્યાણજી આણંદજી, શંકર જયકિશન, સલીમ જાવેદ વગેરે..

Follow Me:

Related Posts