કરજણ તાલુકાના ઓસલામ ગામે તાલુકાના પૂર્વ વિભાગના ૭૦ ગામોને ગુજરાત સરકારની ગામડાઓની મીઠું પાણી આપવાની યોજના અંતર્ગત નર્મદા નદીનું મીઠું પાણી આપવા માટે ઓવરહેડ ટાંકી અને સંપનું ખાતમુહૂર્ત કરજણ શિનોરના ધારાસભ્યના હસ્તે યોજવામાં આવ્યું હતું. તેમજ ઓસલામ ગામના ૨૦ લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું. ગુજરાત સરકારની ગામડાઓને પીવાનું મીઠું પાણી આપવાની બલ્ક યોજના અંતર્ગત કરજણ તાલુકા અને શિનોર તાલુકાને નર્મદાનું મીઠું પાણી આપવામાં આવનાર હોય જેના ભાગરૂપે કરજણ તાલુકાના પૂર્વ વિભાગ વિસ્તારના ૭૦ ગામડાઓને નર્મદાનું મીઠું પાણી આપવાની યોજના અંતર્ગત ૧૨૨.૭૦ કરોડના ખર્ચે કરજણ તાલુકાના ઓસલામ ગામે ૩.૫૦ લાખ લીટર પાણીનો ટાંકી અને સંપનું ખાતમુહૂર્ત કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે યોજાયું હતું. તેમજ ઓસલામ ગામે ૨૦ લાખના વિકાસના કામો જેમાં પાણીની ટાંકી આરો પ્લાન્ટનો રૂમ સ્મશાન અને ચબૂતરાનું ખાતમુહૂર્ત પણ અક્ષય પટેલના હસ્તે યોજાયું હતું.
આ યોજનામાં કરજણ તાલુકાના ૭૦ ગામને રૂં.૧૨૨.૭૦ કરોડના ખર્ચે નર્મદાનું પાણી અપાશે

Recent Comments