બટાકા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે એટલા જ એ સ્કિન માટે પણ ઉપયોગી છે. બટાકા સ્કિનની અનેક સમસ્યાઓને ચપટીમાં દૂર કરી નાંખે છે. બટાકામાં રહેલા પોષક તત્વો સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણી બધી બીમારીઓમાં બટાકા રામબાણ ઇલાજ છે. તો જાણી લો તમે પણ બટાકાના આ ફાયદાઓ વિશે…
ખીલ દૂર કરે
બટાકા તમારા ચહેરા પરની અનેક કરચલીઓને દૂર કરવાનું કામ કરે છે. બટાકા સમારી લો અને પછી એમાંથી રસ કાઢી લો. આ રસ તમે ચહેરા પર લગાવો અને પછી 10 મિનિટ રહીને મોં ધોઇ લો. જો તમે આ પ્રોસેસ સતત 15 દિવસ સુધી કરશો તો ચહેરા પરના બધા ખીલ અને કાળા-ડાધા ધબ્બા દૂર થઇ જશે.
નેચરલ ગ્લો લાવે
બટાકા તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. બટાકાનો ફેસ માસ્ક તમારા માટે સૌથી બેસ્ટ છે. આ માટે પહેલા બટાકાને સમારી લો અને પછી એમાં બે ટીપાં ગુલાબજળ નાંખીને એક સ્મુધ પેસ્ટ બનાવી લો. આ માસ્ક તમારા ચહેરા પર ગ્લો લાવવાનું કામ કરે છે. આ માસ્ક તમારે અઠવાડિયામાં 3 વાર લગાવવાનું રહેશે.
સોજો દૂર કરે
બટાકામાં એન્ટી ઇન્ફેમેન્ટરી ગુણ હોય છે જે શરીરમાં આવતા સોજાના ઓછા કરવાનું કામ કરે છે. જ્યારે કામ કરીને તમારી આંખો સુજી જાય ત્યારે બટાકાના સ્લાઇસ તમારા આંખ પર મુકી દો અને 10 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી તમારી આંખો પરનો સોજો ઓછો થઇ જશે.
દાઝ્યા પર રાહત થાય
શરીરમાં કોઇ ભાગ દાઝી ગયો હોય તો બટાકાની સ્લાઇસ કાપીને લગાવો. સ્લાઇસ લગાવવાથી બળતરા નહિં થાય અને તમને રાહત થશે.
Recent Comments