દૂધપાકનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. અનેક લોકો શ્રાદ્ધ સિવાય પણ ઘરે દૂધપાક બનાવતા હોય છે. દૂધપાક હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો પરફેક્ટ દૂધપાક…
સામગ્રી
ફેટવાળું 1 લીટર દૂધ
બે મોટી ચમચી બાસમતી ચોખા
જરૂરિયાત મુજબ કેસર
ચારોળી
ખાંડ
એલચીનો પાઉડર
જાયફળનો પાઉડર
બનાવવાની રીત
- પરફેક્ટ દૂધપાક બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને અડધો કલાક માટે પાણીમાં પલાળીને મુકી રાખો.
- ત્યારબાદ પછી દૂધને ધીમી આંચે ગરમ કરવા મુકો. ધ્યાન રહે કે દૂધ પાતળુ લેવાનું નથી. દૂધ ફુલફેટ વાળુ લેવાનું છે.
- દૂધ બરાબર ઉકળી જાય એટલે એમાં ચોખા એડ કરો અને થોડી વાર માટે થવા દો.
- ત્યારબાદ ચેક કરી લો કે દૂધમાં નાંખેલા ચોખા ચઢી ગયા છે કે નહિં.
- જો ચોખા થઇ ગયા હોય તો હવે એક નાની વાટકીમાં દૂધ લો અને કેસર પલાળી દો.
- હવે ચોખા નરમ થઇ જાય એટલે એમાં કેસર અને ચારોળી અને એલચીનો પાવડર મિક્સ કરી લો.
- તો તૈયાર છે દૂધપાક.
- કેસર પલાળતા ધ્યાન રહે કે ઓછામાં ઓછુ એ 10 મિનિટ જેટલું પલાળી રાખવું જેથી કરીને કલર મસ્ત આવે. વધારે પલળેલા કેસરનો કલર દૂધપાકમાં બહુ મસ્ત આવે છે અને સાથે દૂધપાકનો આખો ટેસ્ટ બદલાઇ જાય છે. જો તમે ઇચ્છો તો કેસરને અડધો કલાક પહેલા પણ પલાળી શકો છો.
- આ દૂધપાકમાં તમે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટ્સ તમારે કતરીને નાંખવું જેથી કરીને મોટા ટુકડા મોંઢામાં ના આવે. આમ જો તમે આ રીતે દૂધપાક બનાવશો તો પરફેક્ટ માપ સાથે બનશે અને પીવાની પણ મજા આવશે.
Recent Comments