રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી-ક્રિસ્પી પેપર ઢોસા, ખાવાની બહુ મજા આવશે

અનેક લોકોને ઢોસા ભાવતા હોય છે. પરંતુ બહાર જેવા ઢોસા કોઇક જ લોકોથી ઘરે બનતા હોય છે. ઢોસા ટેસ્ટમાં સારા ના બને તો ખાવાની મજા પડી જાય છે. ઢોસા બનાવવા માટે પરફેક્ટ માપ ખૂબ જરૂરી છે. જો પરફેક્ટ માપ ના હોય તો ઢોસા બરાબર ઉતરતા નથી અને ક્રિસ્પી પણ થતા નથી. આ માટે જરૂરી છે કે ઢોસા તમે પરફેક્ટ માપથી ઘરે બનાવો. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે ઢોસા બનાવશો.

સામગ્રી

 1.5 કપ ચોખા

½ કપ અડદની દાળ

¼ મેથીના દાણા

½ કપ પાતળા પૌઆ

½ ચમચી સોજી

તેલ

પાણી

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • મસાલા પેપર ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ આ રીતે મિશ્રણ તૈયાર કરો.
  • આ મિશ્રણમાં મેથીના દાણાનો પણ ઉપયોગ કરવો જેથી કરીને ટેસ્ટમાં ટેસ્ટી થાય.
  • હવે ચોખા અને મેથીના દાણાને અલગ-અલગ બાઉલમાં આખી રાત પાણીમાં પલાળી રાખો.
  • ત્યારબાદ સવારમાં અડદની દાળને 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
  • હવે દાળને પાણીમાંથી કાઢીને મિક્સરમાં પીસી લો અને એક બાઉલમાં કાઢી લો.
  • ત્યારબાદ આખી રાત પલાળેલા ચોખા અને મેથીના દાણાને પાણીમાંથી કાઢી લો.
  • હવે પૌઆને થોડા પલાળીને મિક્સરમાં ચોખા અને મેથીના દાણા સાથે મિક્સ કરીને સરખી રીતે પીસી લો.
  • ત્યારબાદ સોજી, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી લો.
  • આ બધી પ્રોસસ થઇ જશે એટલે તૈયાર થઇ જશે બેટર.
  • હવે ગેસ ચાલુ કરીને નોનસ્ટીક તવીને ગરમ કરો અને એક ચમચી તેલ ઉમેરો.
  • તેલ ગરમ થાય એટલે બેટરને નોનસ્ટિક તવીમાં ગોળ-ગોળ ગતિમાં ફેરવો એટલે ઢોસા ઉતરશે.
  • હવે આ ઢોસાને એકબાજુ આછા બદામી રંગનો થાય ત્યાં સુધી થવા દો.
  • તો તૈયાર છે પેપર ઢોસા

Related Posts