fbpx
રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો ગુજરાતીઓની ફેવરીટ ‘જલેબી’, ફટાફટ નોંધી લો તમે પણ રીત

જ્યાં ગુજરાતી હોય ત્યાં ગળ્યું હોય જ..ગુજરાતીઓને ગળ્યુ ખાવાનું વધારે પ્રમાણમાં ભાવતુ હોય છે. તો આજે અમે તમારી માટે કંઇક આવી જ રેસીપી લઇને આવ્યા છીએ. જે છે જલેબી…નામ સાંભળતા જ મોંમા પાણી આવી ગયુ ને? તો ઝટપટ નોંધી લો તમે પણ આ રેસિપી…

સામગ્રી

એક કપ મેંદો

3 મોટી ચમચી દહીં

પા ચમચી ઓરેન્જ ફૂડ કલર

અડધો કપ પાણી

તળવા માટે ઘી

અડધી ચમચી એલચી પાઉડર

એક નાની ચમચી બેકિંગ પાઉડર

એક મોટો વાટકો ખાંડ, ચાસણી બનાવવા માટે

બનાવવાની રીત

  • જલેબી બનાવવા માટે સૌ પ્રથમ એક મિશ્રણ તૈયાર કરવું પડે છે. આ મિશ્રણ માટે એક મોટા વાસણમાં ઉપર જણાવ્યા માપ અનુસાર મેંદો, દહીં, એલચી, બેકિંગ પાવડર, પાણી અને ફૂડ કલર મિક્સ કરી લો અને તેને બરાબર હલાવો.
  • હવે આ બધુ મિશ્રણ એક જ બાજુ ફેરવો, જેથી કરીને જલેબી સોફ્ટ થાય.
  • આ પ્રોસેસ થઇ જાય એટલે ચાસણી બનાવવાની તૈયારી કરો. ચાસણી બનાવવા માટે એક મોટો વાટકો ભરીને ખાંડ લો.
  • હવે એ વાટકાના પા ભાગ જેટલું પાણી ખાંડમાં ઉમેરો.
  • ખાંડ થોડી ઓગળે એટલે પેનમાં ગરમ કરી લો.
  • પાણી ઉકળે ત્યારે એમાં કેસર, એલચીનો પાવડર અને બે ટીપા લીંબુનો રસ ઉમેરો.
  • લીંબુનો રસ ઉમેરવાથી થોડો કચરો ઉપર આવી જશે. એટલે એ કચરાને હવે કાઢી લો.
  • ત્યારબાદ એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો અને ચાસણીને ઠરવા દો.
  • આ બધું જ થઇ જાય એટલે જલેબી તળવાની તૈયારી કરો.
  • જલેબી તળો ત્યારે ખાસ ધ્યાન રાખો કે એ આછા સોનેરી રંગની થાય..
  • હવે જલેબીને બીજી બાજુ ફેરવો અને તળો.
  • ત્યારબાદ જલેબીને બહાર કાઢીને તરત ચાસણીમાં નાંખો.
  • થોડીવાર પછી જલેબીને ચાસણીમાંથી કાઢી લો અને ગરમાગરમ પીરસો.
  • તો તૈયાર છે ‘જલેબી’
Follow Me:

Related Posts