રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો ગુજરાતી કઢી, ખીચડી સાથે ખાવાની આવશે જોરદાર મજા

ગુજરાતીઓની પહેલી પસંદ ખીચડી અને કઢી હોય છે. ખીચડી સાથે કઢી ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. જો કે દરેકના ઘરમાં અલગ-અલગ પ્રકારની કઢી બનતી હોય છે. કોઇના ઘરે મીઠી તો કોઇના ઘરે ખાટ્ટી. આ ફેમસ કઢી તમારા ઘરે મહેમાન આવે ત્યારે બનાવો છો તો તમારા વખાણ થશે. આમ, જો તમે હવે ઘરે આ રીતે કઢી બનાવશો તો ખીચડી સાથે ખાવાની બહુ જ મજા આવશે.

સામગ્રી

અડધો કપ દહીં અથવા છાશ

1 ચમચી ચણાનો લોટ

2 કપ પાણી

વધાર માટે

1 ચમચી ઘી

જીરું

રાઇ

આદું

લવિંગ

તજ

મેથી પાઉડર

મીઠો લીમડો

હળદર

લાલ મરચા

હિંગ

સ્વાદાનુંસાર ખાંડ

સ્વાદાનુંસાર મીઠુ

બનાવવાની રીત

  • ગુજરાતી કઢી બનાવવા માટે સૌ પ્રથમ દહીંમાં પાણી ઉમેરીને ફેટીને થોડી ઘટ્ટ છાશ બનાવી લો.
  • હવે છાશમાં એક ચમચી ચણાનો લોટ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
  • ત્યારબાદ એક કઢાઇમાં ઘી ગરમ કરો.
  • ઘીમાં તજ, લવિંગ, મેથી પાઉડર, જીરું, સુકા લાલ મરચા, લીમડો, હિંગ અને આદુંની પેસ્ટ નાંખીને વધાર કરો.
  • હવે કઢાઇમાં છાશ નાંખીને બરાબર હલાવી દો.
  • આ છાશને બરાબર ઉકાળો.
  • ઉકળતી છાશમાં થોડી હળદર, ખાંડ અને મીઠું નાંખો.
  • કઢી ઉકાળીને થોડી ઘટ્ટ બનાવો.
  • તો તૈયાર છે ગુજરાતીઓની ‘કઢી’
  • આ કઢી તમે ખીચડી અને ભાત સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે.
  • આ કઢી જ્યારે તમે બનાવો ત્યારે મસાલાથી ભરપૂર બનાવો જેથી કરીને ટેસ્ટમાં મસ્ત બને.
  • જો તમારા ઘરમાં ગળપણ વધારે ખાતા હોવ તો તમે કઢીમાં ખાંડ વધારે નાંખીને કઢી ગળી બનાવી શકો છો.

Related Posts