આજકાલ બાળકોને ખાવાનાં અનેક નખરાં હોય છે. કોઇને આ ભાવે તો, કોઇને આ ના ભાવે..જો કે ધણાં બાળકો બધી જ વસ્તુઓ ખાઇને પોતાનું પેટ ભરતા હોય છે. તો આજે અમે તમને સફરજન જામ ઘરે બનાવતા શીખવાડીશું. જો તમે સફરજન જામ આ રીતે ઘરે બનાવશો તો ટેસ્ટમાં એકદમ બહાર જેવો જ બનશે. આ જામ તમે બ્રેડ, પરોઠા કે ભાખરી પર પણ લગાવીને ખાઓ છો તો મજ્જા પડી જાય છે. તો જાણી લો કેવી રીતે બનાવશો એપલ જામ…
સામગ્રી
2 છોલીને ખમણેલાં સફરજન
સાકર
લીંબુનો રસ
તજનો પાઉડર
બનાવવાની રીત
- એપલ જામ બનાવવા માટે સૌ પ્રથમ સફરજન લો અને એને છોલીને છીણીને ખમણી લો.
- ત્યારબાદ માઇક્રોવેવ બાઉલ લો અને એમાં સફરજન અને સાકર બન્ને મિક્સ કરી લો.
- હવે આ બાઉલને માઇક્રોવેવમાંથી બહાર કાઢી લો.
- માઇક્રોવેવમાંથી બહાર કાઢ્યા પછી એમાં લીંબુનો રસ અને તજનો પાઉડર મિક્સ કરી લો.
- આ પ્રોસેસ થઇ જાય એટલે ફરીથી માઇક્રોવેવમાં મુકીને ઉંચા તાપમાન પર એટલે કે 21/2 મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
- હવે બાઉલને બહાર કાઢીને એક બીજા વાસણમાં લઇ લો.
- આ જામને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દો.
- જામ ઠંડો થઇ જાય એટલે એને એર ટાઇટ બરણીમાં ભરી લો.
- તો તૈયાર છે સફરજન જામ.
- આ જામ તમારે બરણીમાં ભરીને ફ્રીજમાં મુકવાનો છો.
- 15 થી 20 દિવસ સુધી આ જામને તમે ઘરે ખાઇ શકો છો.
- આ જામ તમે સેન્ડવિચ બનાવો છો એમાં પણ લગાવો છો તો બહુ મસ્ત લાગે છે.
આ જામ તમે તમારા બાળકને ખવડાવો છો હેલ્થને કોઇ પ્રોબ્લેમ્સ થતા નથી.


















Recent Comments