રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો બહાર જેવું ખીચું, ફટાફટ બની જશે અને સાથે ટેસ્ટી પણ બનશે

અનેક ગુજરાતીઓને ખીચું ભાવતુ હોય છે. ખીચું એક એવી વાનગી છે ઝડપથી ઘરે બની જાય છે. તમે ક્યાંક ફરવા ગયા હોય અને ફટાફટ ઘરે ખીચું બનાવી દો છો તો ઘરના લોકો ખુશ-ખુશ થઇ જાય છે. આમ, જો તમે આ રીતે ખીચું બનાવો છો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે.

સામગ્રી

 1 કપ ચોખાનો લોટ

½ ચમચી જીરું

તેલ

ઝીણું સમારેલું લસણ

મરચાં

બેકિંગ સોડા

લાલ મરચું પાઉડર

સ્વાદાનુંસાર મીઠું

જરૂરિયાત મુજબ પાણી

કોથમીર

બનાવવાની રીત

  • ખીચું બનાવવા માટે સૌ પ્રથમ 3 કપ પાણી, જીરું, લીલા મરચા, બેકિંગ સોડા અને મીઠાને એક નોન સ્ટિક પેનમાં બરાબર મિક્સ કરી લો અને 2-3 મિનિટ માટે ઉકાળી લો.
  • પાણી તમારે બરાબર ઉકાળવા દેવાનું છે.
  • પાણી બરાબર ઉકળી જાય એટલે એમાં ચોખાનો લોટ બરાબર પ્રમાણમાં મિક્સ કરી લો.
  • ચોખાનો લોટ નાંખ્યા પછી વેલણથી બરાબર હલાવતા રહો.
  • હવે બીજા એક પેનમાં તેલ ગરમ કરી એમાં લસણ ઉમેરો અને સાંતળી લો.
  • ધ્યાન રહે કે ગેસ ધીમો રાખવો. જો તમે ફાસ્ટ ગેસે ખીચું કરશો તો ખીચું નીચેથી દાઝી જશે અને વાસ બેસી જશે.
  • આ પ્રોસેસ થઇ જાય એટલે ગેસની આંચ બંધ કરીને એમાં લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને સાઇડમાં મુકી રાખો.
  • હવે તૈયાર ખીચાને એક બાઉલમાં નિકાળી લો અને ઉપરથી તેલનું લસણ અને મરચાનું મિશ્રણ ઉપરથી ઉમેરો.
  • ત્યારબાદ આમાં કોથમીરથી ગાર્નિશ કરીને ખીચું તૈયાર કરો.

આ ખીચું તમે ગરમાગરમ ખાઓ છો તો ખાવાની મજા પડી જશે અને તમારું પેટ પણ ભરાઇ જશે.

Related Posts