fbpx
રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો માણેકચોકની ફેમસ ‘પાઇનેપલ સેન્ડવીચ’, ખાવાની મજ્જા પડી જશે

પાઇનેપલ સેન્ડવીચનું નામ આવતા જ માણેકચોકની યાદ આવી જાય છે. પાઇનેપલ સેન્ડવીચ દરેક લોકોને ભાવતી હોય છે. આ સેન્ડવીચ ખાવાની પણ બહુ જ મજા આવતી હોય છે. તો જાણો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો પાઇનેપલ સેન્ડવીચ.

સામગ્રી

4 બ્રેડ સ્લાઇસ

બટર

ચીઝ

પાઇનેપલ જામ

પાઇનેપલ સ્લાઇસ

બનાવવાની રીત

  • પાઇનેપલ સેન્ડવીચ બનાવવા માટે સૌ પ્રથમ બ્રેડ લો અને એની કિનારીઓ કટ કરી લો. જો તમારે કિનારીઓ કટ ના કરવી હોય તો તમે તૈયાર સેન્ડવીચ બ્રેડ પણ લાવી શકો છો.
  • હવે બન્ને બ્રેડ પર બટર લગાવી દો.
  • બટર લગાવ્યા પછી પાઇનેપલ જામ લગાવી દો.
  • પાઇનેપલ જામ અને બટર લગાવ્યા પછી એક સ્લાઇસ પર પાઇનેપલ સ્લાઇસ ગોઠવી લો. જો તમે પાઇનેપલ સ્લાઇસ ના મુકવી હોય તો તમે પાઇનેપલના નાના-નાના ટુકડા પણ કરી શકો છો.
  • આમ, આ બધી પ્રોસેસ થઇ જાય પછી ચીણ છીણી લો.
  • હવે બીજી બ્રેડની સ્લાઇસ લો અને પછી એની ઉપર મુકી દો.
  • તો તૈયાર છે પાઇનેપલ સેન્ડવીચ.
  • તમને જણાવી દઇએ કે પાઇનેપલ સેન્ડવીચ માણેકચોકની ખુબ ફેમસ છે.
  • જો પાઇનેપલ ખાટ્ટું હોય તો તમે કટકા કરીને પાણીમાં થોડીવાર ઉકાળી લો જેથી કરીને એની બધી ખટાશ નિકળી જશે અને ટેસ્ટ પણ સારો આવશે.
  • તમે ક્યારે પણ પાઇનેપલ સેન્ડવીચ ટેસ્ટ કરી નથી તો તમારે એક વખત અચુકથી ટેસ્ટ કરવી જોઇએ.
  • જો તમે એક વાર પાઇનેપલ સેન્ડવીચ ખાશો તો વારંવાર ઘરે આ બનાવવાનું મન થશે.
  • આ સેન્ડવીચ બાળકોથી લઇને મોટાઓને એમ તમામ લોકોને ભાવતી હોય છે.
Follow Me:

Related Posts