રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો મેથીના ઢેબરા, સોફ્ટ થશે અને ટેસ્ટમાં પણ ટેસ્ટી બનશે

તમે આ રીતે ઘરે મેથીના ઢેબરા બનાવશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે. ચા સાથે ઢેબરા ખાવાની બહુ મજા આવે છે. જો કે અનેક લોકોથી ઢેબરા ટેસ્ટમાં સારા બનતા નથી અને પછી ખાવાનો મુડ બગડી જાય છે. આમ, જો તમારાથી પણ ઢેબરા ટેસ્ટમાં ટેસ્ટી ના બનતા હોય તો આ સિક્રેટ ટિપ્સ નોંધી લો તમે પણ..

સામગ્રી

1 કપ ઝીણી સમારેલી મેથી

1 કપ બાજરીનો લોટ

પા કપ જુવારનો લોટ, જો તમારા ઘરે જુવારનો લોટ ના હોય તો તમે ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો.

1 મોટી ચમચી બેસન

લાલ મરચું

હીંગ

દહીં

આદુ મરચાની પેસ્ટ

લસણની પેસ્ટ

1 ચમચી ખાંડ

સ્વાદાનુંસાર મીઠું

મોણ માટે તેલ

તલ

બનાવવાની રીત

  • મેથીના ઢેબરા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં બાજરા-જુવારનો લોટ એડ કરો.
  • હવે આ લોટમાં દહીં, આદુ મરચાની તેમજ લસણની પેસ્ટ,દહીં અને તલ જેવી બીજી અનેક સામગ્રી એડ કરો.
  • હવે આ લોટમાં ખાંડ અને મોણ માટે તેલ નાંખો
  • ત્યારબાદ થોડું-થોડું પાણી નાંખો અને લોટ બાંધતા જાવો. લોટ બાંધતા સમયે ધ્યાન રાખો કે લોટ બહુ ઢીલો ના થઇ જાય, નહિં તો ઢેબરા વણાશે નહિં અને તૂટી જશે.
  • જો તમે આ પ્રમાણે લોટ બાંધશો તો લોટ એકદમ સોફ્ટ અને ઢેબરા સુકા પણ નહિં પડે.
  • હવે લોટ તૈયાર થઇ ગયો હોય તો એક ડિશમાં અટામણ લો અને લોટના લુઆ બનાવી લો.
  • લુઆ બની જાય એટલે ઢેબરા વણી લો અને પછી ગરમ તવી પર મુકો.
  • ત્યારબાદ ઢેબરાને બન્ને બાજુથી આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો.
  • તો તૈયાર છે ‘મેથીના ઢેબરા’.

Related Posts