આ રીતે ઘરે બનાવો મેથી-પાપડનું શાક, સ્વાદમાં ટેસ્ટી બનશે, નહિં લાગે જરા પણ કડવું
તમે ક્યારે પણ ખાધુ છે મેથી પાપડનું શાક? અનેક લોકોના ઘરમાં આ શાક બનતું હોય છે જ્યારે અનેક લોકો મેથી પાપડનું શાક ઘરે બનાવતા હોતા નથી. આમ, જો તમે પણ મેથી પાપડનું શાક ઘરે બનાવતા નથી તો ટ્રાય કરો તમે પણ આ વખતે…
સામગ્રી
એક નાની વાટકી સૂકી મેથી
3 નંગ મોટા મગના પાપડ
લાલ સૂકું મરચું
મરચું પાવડર
હળદર
ધાણાજીરું
ગરમ મસાલો
1 ચમચી લીંબુનો રસ
2 ચમચા તેલ
ચપટી હિંગ
મીઠું જરૂર મુજબ
1 ગ્લાસ પાણી
ઝીણી સમારેલી કોથમીર
બનાવવાની રીત
- મેથી પાપડનું શાક બનાવવા માટે સૌ પ્રથમ મેથી લો અને એને ધોઈને 7 કલાક પલાળી રાખો.
- પછી મેથીમાં મીઠું નાખી બાફી લો. જો તમે આ રીતે મેથીને બાફશો તો એની કડવાશ નીકળી જશે અને શાક ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
- ત્યારબાદ એક પેનમાં તેલ લો.
- તેલ ગરમ થાય એટલે એમાં હીંગ, આખું લાલ મરચું અને મેથીના દાણા મિક્સ કરો.
- પછી તેમાં બધા જ સૂકા મસાલા ઉમેરી હલાવી એક ગ્લાસ પાણી ઉમેરી ઉકાળવા દો.
- પાણી ઉકળે એટલે તેમાં પાપડના ટૂકડા ઉમેરીને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.
- આમ, આ બધુ થઈ જાય એટલે કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.
- તો તૈયાર છે મેથી પાપડનું શાક.
- જો તમે આ રીતે મેથી પાપડનું શાક બનાવશો તો સ્વાદમાં એકદમ મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.
- અનેક લોકોની ફરિયાદ હોય છે કે મેથી પાપડનું શાક કડવું લાગે છે, પરતુ જો તમે આ રીતે મેથી બાફીને બનાવશો તો કડવું નહિં લાગે.
Recent Comments