આ રીતે પીવો હળદરનું પાણી, ગમે તેવો સાંધાનો દુખાવો થઇ જશે છૂ, જાણો બીજા ફાયદાઓ પણ
દરેક લોકોના રસોડામાં હળદર હોય છે. કોઇ પણ રસોઇ હોય એમાં હળદરનો ઉપયોગ થતો જ હોય છે. હળદર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. રસોઇ સિવાય તમે હળદરનો આ રીતે ઉપયોગ કરો છો તો તમારા શરીરમાંથી અનેક બીમારીઓ દૂર થઇ જાય છે. તો જાણી લો તમે પણ હળદરના આ અઢળક ફાયદાઓ વિશે…
- હળદર તમારી સ્કિનને અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે. હળદરમાં તમે મધ અને ચણાનો લોટ મિક્સ કરીને મોં પર લગાવો છો તો તમારો ફેસ એકદમ ક્લિન થઇ જાય છે. હળદર તમારા ફેસને અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે. ઓઇલી સ્કિન માટે આ સૌથી બેસ્ટ છે.
- મધ અને લીંબુના રસ સાથે હળદર પાણી એડ કરીને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે.
- હળદર તમારા શરીરમાં રહેલી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. જો તમને કબજીયાતની તકલીફ છે તો તમે રોજ સવારમાં એક ચમચી હળદરની ફાંકી લો. આ હળદર તમારી પાચન ક્રિયાને સરખી કરે છે જેથી કરીને તમારી કબજીયાતની તકલીફ હંમેશ માટે દૂર થાય છે.
- જો તમે સાંધાના દુખાવાથી કંટાળી ગયા હોવ તો એક બાઉલમાં એક કપ પાણી લો અને એમાં એક ચમચી હળદર નાંખો. ત્યારબાદ આ પાણીને ઉકળવા દો. પાણી બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ હળદર પાણી થોડું હુંફાળુ થાય એટલે એની પી લો. જો તમે આ હળદર પાણી દરરોજ પીશો તો તમને સાંધાના દુખાવામાંથી આરામ મળશે.
- હળદરમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે જે તમારી ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે. કોરોના કાળમાં હળદર સ્વાસ્થ્યને માટે ખૂબ સારી સાબિત થાય છે.
Recent Comments