fbpx
ગુજરાત

આ રીતે ફટાફટ ઘરે બનાવો ચણાના લોટના પુલ્લા, ખાવાની મજા પડી જશે

ચણાના લોટના પુલ્લા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. એમાં પણ જો તમે ચણાના લોટમાં ડુંગળી, લસણને બધુ નાંખીને બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે. તો નોંધી લો તમે પણ આ રેસિપી…

સામગ્રી

1 કપ ચણાનો લોટ

1 કપ સમારેલી ડુંગળી

1 કપ ટામેટા

લીલા મરચા

કોથમીર

પાણી

લાલ મરચું

હળદર

મીઠું

કાળામરી પાઉડર

અજમો

પનીર

બનાવવાની રીત

  • ચણાના લોટના પુલ્લા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો.
  • હવે એમાં કાળામરી પાઉડર, ડુંગળી, પનીર, ટામેટા, લીલા મરચા, અજમો અને લીલી કોથમીર નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • આ બધુ મિક્સ થઇ જાય એટલે એમાં જરૂર મુજબ પાણી ઉમેરો.
  • ત્યારબાદ આ મિશ્રણને થોડુ પાતળુ બનાવો. બહુ જાડુ મિશ્રણ હશે તો પુલ્લા બરાબર ઉતરશે નહિં.
  • હવે એક પેન લો.
  • આ પેનમાં થોડુ તેલ લગાવો અને પછી મિશ્રણને પેન પર ફેલાવો.
  • હવે એક બાજુથી બ્રાઉન રંગનું થવા દો.
  • જ્યારે એક બાજુ બ્રાઉન થઇ જાય એટલે એને બીજી બાજુ ફેરવી લો.
  • હવે આ પુલ્લાને પેન પરથી ફેરવી લો.
  • તો તૈયાર છે ચણાના લોટનો પુલ્લો
  • જો તમે આ પુલ્લામાં લીલું લસણ નાંખો છો તો પુલ્લા વધારે ટેસ્ટી લાગશે.
  • ચણાના લોટના પુલ્લા ખૂબ જ ઝડપથી ઘરે બની જાય છે.
  • આ પુલ્લામાં તમે અજમાની સાથે-સાથે તલ પણ નાંખી શકો છો.
  • જો તમે ડુંગળીને ઝીણી સમારીને નાંખવા ના ઇચ્છતા હોવ તો મિક્સરમાં ગ્રેવી બનાવીને પણ તમે નાંખી શકો છો.

આ સાથે જ પુલ્લાને ટેસ્ટી બનાવવા માટે તમે કેપ્સીકમ પણ નાંખી શકો છો. કેપ્સીકમને ઝીણું સમારેલું નાંખજો જેથી કરીને પુલ્લા બહુ જાડા ના ઉતરે અને પાતળા ઉતરે.

Follow Me:

Related Posts