અનેક લોકોને સાંજે જમવાનું શું બનાવવું એ મુંઝવણમાં હોય છે. સાંજના જમવામાં અનેક લોકોને પ્રોબ્લેમ્સ થતો હોય છે. તો આજે અમે તમારી માટે એક એવી રેસિપી લઇને આવ્યા છીએ જે તમે ખૂબ જ ઝડપથી બનાવી શકશો અને સાથે ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગશે.
સામગ્રી
2 કપ બાજરીનો લોટ
2 કપ છીણેલી દૂઘી
2 ચમચી લીલુ લસણ
2 ચમચી મેથીની ભાજી
સ્વાદાનુંસાર મીઠું
મરચું
હળદર
ધાણાજીરું
પાણી
મોણ માટે તેલ
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં લોટ નાંખો
- હવે આ લોટમાં બધી સામગ્રી મિક્સ કરી લો.
- ત્યારબાદ એમાં થોડુ-થોડુ પાણી ઉમેરતા જાવો અને લોટ બાંધો. લોટ બાંધતી વખતે ધ્યાન રાખો કે લોટ બહુ ઢીલો ના થઇ જાય.
- તો બંધાઇ ગયો તમારો લોટ.
- હવે આ લોટના લુઆ કરી લો.
- લુઆ કર્યા બાદ રોટલીની જેમ ગોળ વણી લો.
- હવે આ થેપલા પર થોડુ તેલ નાંખીને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
- તો તૈયાર છે તમારો હેલ્ધી નાસ્તો દૂધીના થેપલા.
- આ દૂધીના થેપલા સાથે તમે દહીં ખાઓ છો તો ખાવાની બહુ જ મજા આવે છે.
- જો તમે રાત્રે દહીં ખાવા ના ઇચ્છતા હોવ તો તમે સોસ અથવા તો દૂધની મલાઇ સાથે પણ ખાઇ શકો છો. દૂધની મલાઇમાં થોડી ખાંડ નાંખો અને પછી બરાબર હલાવી લો. આમ કરવાથી મલાઇમાં થોડુ ગળપણ બેસશે અને ટેસ્ટમાં પણ મસ્ત લાગશે.
- દૂધીના આ થેપલા તમે ચા સાથે ખાઓ છો તો પણ મજા પડી જાય છે.
- જો તમે 4-5 દિવસ માટે બહાર ફરવા જાવો છો તો આ થેપલા તમે લઇ જઇ શકો છો.
Recent Comments