આ લોકસભા ચુંટણીમાં મારી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે છેઃ અસદુદ્દીન ઓવૈસી

એઆઈએમઆઈએમ ના વડા અને હૈદરાબાદ લોકસભા સીટના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે પોલીસ અને ચૂંટણી પંચે તેલંગાણાના તમામ મતદાન મથકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે થવી જોઈએ. હૈદરાબાદના મતદાન મથકો પર જ કેમ વધુ ધ્યાન આપવામાં આવે છે? શા માટે નિઝામાબાદ, આદિલાબાદ, મલકાજગીરી, સિકંદરાબાદ, કરીમનગર અને મહબૂબનગર પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી? તેમણે વધુમાં કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીની સિક્યોરિટી ડિપોઝીટ જપ્ત કરાવીશું. તેમણે કહ્યું કે અમે અહીં મોદી અને અમિત શાહને હરાવીશું.
ઓવૈસીએ કહ્યું કે ભાજપના ઉમેદવાર માધવીલથા હમણાં જ આવ્યા છે અને તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી. તેઓ ખોટી વાતો કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મારી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે છે. તેણે કહ્યું કે મારી સામે કોઈ પડકાર નથી.
તેલંગાણામાં લોકસભા ચૂંટણી માટે ૧૩ મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. તેલંગાણા તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અહીંથી ૧૭ લોકસભા બેઠકો આવે છે. નોટિફિકેશન જાહેર કરવાની તારીખ ૧૮મી એપ્રિલ છે, જ્યારે તેલંગાણા માટે નામાંકન ભરવાની તારીખ ૨૫મી એપ્રિલ છે. તેવી જ રીતે, ૨૬મી એપ્રિલ સુધી નામાંકનની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચવા માંગતું હોય તો તે ૨૯મી એપ્રિલ સુધી કરી શકશે.
Recent Comments