આ વખતે ગણતંત્ર દિવસની પરેડ રદ કરવામાં શું વાંધો છે? શશી થરુરે છેડી નવી ચર્ચા
૨૬ જાન્યુઆરીએ દર વર્ષની જેમ દિલ્હીમાં યોજાનારી પરેડમાં મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસને કોરોનાનુ કારણ આગળ ધરીને ઉપસ્થિત રહેવાનો ઈનકાર કરી દીધો છે.
આ સંજાેગોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે સવાલ ઉઠાવ્યો છે કે, મુખ્ય અતિથિ તરીકે જાે કોઈ હાજર નથી રહેવાનુ તો આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહ રદ કેમ ના થઈ શકે?
તે્મણે કહ્યુ હતુ કે, બોરિસ જાેનસન ભારત આવવાના નથી અને આપણી પાસે કોઈ મુખ્ય અતિથિ આ વખતે છે નહી તો એક ડગલુ આગળ વધીને સમારોહ જ કેમ રદ ના કરવામાં આવે…કોરોનાના સંક્રમણ વચ્ચે આ વખતે પરેડ માટે લોકોને બોલાવવાનો ર્નિણય પણ યોગ્ય નથી.
દરમિયાન થરુરે સોશિયલ મીડિયા પર કરેલા નિવેદન બાદ પરેડ યોજાવી જાેઈએ કે કેમ તેના પર નવો વિવાદ છેડાઈ ગયો છે.કેટલાક લોકો શશી થરુરના અભિપ્રાયના પક્ષમાં પોસ્ટ કરી રહ્યા છે અને કેટલાક તેનો વિરોધ પણ કરી રહ્યા છે.
Recent Comments