બોલિવૂડ

આ વર્ષની ત્રીજી ફિલ્મ ડંકીની રિલીઝ માટે શાહરૂખ અને ટીમ તૈયારડન્કી ફિલ્મ ઈન્ટરનેશનલ રિલીઝના બીજા દિવસે દેશમાં રિલીઝ થશે

શાહરૂખ ખાનની કરિયરમાં ૨૦૨૩નું વર્ષ માઈલ સ્ટોન સાબિત થયું છે. રૂ.૧૦૦૦ કરોડથી વધુના કલેક્શન સાથે શાહરૂખની કમબેક ફિલ્મ ‘પઠાણ’એ આશ્ચર્ય ઊભું કર્યું હતું. ત્યારબાદની ‘જવાન’માં તો પઠાણનો રેકોર્ડ પણ તૂટી ગયો અને હવે આ વર્ષની ત્રીજી ફિલ્મની રિલીઝ માટે શાહરૂખ અને ટીમ તૈયાર છે. ડન્કીની રિલીઝ તરફ આગેકૂચ કરતાં તેની ઓવરસીઝ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

ભારતમાં રિલીઝના એક દિવસ પૂર્વે તેને ઈન્ટરનેશનલ રિલીઝ કરવામાં આવશે. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાની પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે અને તેમની આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે ઈન્ટરનેશનલ માર્કેટમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું. પોસ્ટમાં શાહરૂખ ખાનની પીઠ પર બેગ અને હાથમાં બીજાે સામાન જાેવા મળે છે. તેની સામે મોટું રણ અને સેંકડો લોકો છે. ડન્કીને રાજકુમાર હિરાની, અભિજાત જાેષી અને કનિકા ધિલ્લોને લખી છે. શાહરૂખના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા તેનું પ્રોડક્શન થયું છે અને હિરાની તેના ડાયરેક્ટર છે. ફિલ્મમાં શાહરૂખની સાથે તાપસી પન્નુ, દિયા મિર્ઝા, બોમન ઈરાની, ધર્મેન્દ્ર, સતીશ શાહ, પરિક્ષિત સહાની અને વિકી કૌશલ મહત્ત્વા રોલમાં છે. આ ફિલ્મ ગેરકાયદે ઈમિગ્રેશના વિષય પર બની છે. વિદેશમાં ઘૂસણખોરીની આ પદ્ધતિને ડોન્કી ફ્લાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાહરૂખે ૨૦૨૩ના વર્ષમાં આપેલી બંને ફિલ્મો એક્શન-થ્રિલર હતી. જ્યારે આગામી ફિલ્મ ડન્કીમાં ઘૂસણખોરીના સંવેદનશીલ વિષયની સાથે કોમેડીની પણ જમાવટ છે.

Follow Me:

Related Posts