બોલિવૂડ

આ વિદેશી અભિનેત્રીની સામે નિષ્ફળ છે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓ..

આ દિવસોમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને કિયારા અડવાણી બોલિવૂડ પર પ્રભુત્વ જમાવી રહી છે. પરંતુ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવો રેકોર્ડ છે જેને આમાંથી કોઈ અભિનેત્રી તોડી શકી નથી. તો ચાલો તમને જણાવીએ કે તે રેકોર્ડ શું છે, અને તે કોના નામે નોંધાયેલ છે. આજે અમે બોલીવુડમાં સૌથી વધુ હિટ ફિલ્મો આપનાર અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ. જાે તમે કરીના કપૂર કે કરિશ્મા કપૂર કે, કાજાેલનું નામ વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે, તમે ખોટા છો. આ રેકોર્ડ વિદેશી અભિનેત્રીના નામે નોંધાયેલો છે.

બોલિવૂડમાં સૌથી વધુ હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ બ્રિટિશ અભિનેત્રી કેટરીના કૈફના નામે છે. આ મામલે તેણે કાજાેલ, કરીના કપૂર અને કરિશ્મા કપૂર જેવી દિગ્ગજ અભિનેત્રીઓને પણ માત આપી છે. કેટરીના કૈફની કુલ ૧૪ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે જ્યારે કાજાેલની ૧૩ અને કરીનાની ૧૩ ફિલ્મો હિટ રહી છે. જાેકે, કેટરિના કૈફે આ બંને કરતાં ખૂબ પાછળથી ડેબ્યૂ કર્યું હતું. કેટરિના કૈફે પોતાના કરિયરમાં અત્યાર સુધી ૩૧ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કાજાેલે ૩૨ અને કરીના કપૂરે ૪૯ ફિલ્મોમાં કામ કર્યું છે. કાજાેલ અને કરીના કરતાં ઓછી ફિલ્મોમાં કામ કરવા છતાં કેટરીનાએ વધુ હિટ ફિલ્મો આપી છે. કેટરિના કૈફે ૨૦૦૩માં ‘બૂમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તે એક તેલુગુ ફિલ્મમાં પણ જાેવા મળી હતી. જાેકે, તેને વાસ્તવિક ઓળખ સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’થી મળી હતી. કેટરિના કૈફના નામે ૧ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર, ૨ બ્લોકબસ્ટર, ૫ સુપરહિટ અને ૬ હિટ ફિલ્મો છે અને આજ સુધી કોઈ આ રેકોર્ડ તોડી શક્યું નથી.

Related Posts