fbpx
રાષ્ટ્રીય

આ વૃક્ષ વાવ્યા પછી 12 વર્ષ પૈસા નો વરસાદ થશે

      જો કે ભારતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી. જ્યારે આ ખેતીમાં સતત ખોટ જવાથી મોટાભાગના ખેડૂતો દેવામાં ગરકાવ થયા છે. જેમાં ઓછી વાર્ષિક આવકને કારણે આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી. ત્યારે તમને જણાવીએ કે આવા ઘણા પાક અને છોડ છે, જેની ખેતી કરીને ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકે છે. જેમાં આ વૃક્ષોમાંથી એક એટલે સાગ જેની માર્કેટ માં ખૂબ માંગ હોઈ છે ત્યારે કારણ છે કે ખેડૂતોને તેની સારી કિંમત મળે છે. જેમાં નિષ્ણાતોના મત મુજબ ખેડૂતો આ વૃક્ષને પોતાના ખેતરમાં વાવે તો થોડા વર્ષોમા તેને સારો નફો મળશે .

* કોઈપણ મહિનામાં આ સાગનું વાવેતર કરો*

સમગ્ર ભારતમાં ગમે ત્યાં સાગની ખેતી કરી શકો છો. તેને રોપવા માટે શ્રેષ્ઠ મહિના સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે. ત્યારે તે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉગાડી શકાય છે. જો કે નિષ્ણાતોના મત મુજબ, સાગના છોડ વાવવા માટે 6.50 થી 7.50 વચ્ચેની જમીનની pH મૂલ્ય વધુ સારી મનાય છે.

*આ વૃક્ષ કેટલા વર્ષોમાં તૈયાર થાય છે*
હાલ માં આ સાગનું વૃક્ષ વાવ્યા પછી ત ઓછામાં ઓછા 10-12 વર્ષ રાહ જોવી પડશે. ત્યારબાદ આવી સ્થિતિમાં, સાગની આસપાસ, તમે ઓછા સમયમાં સારી રીતે નફાકારક પાક પણ વાવી શકશો

*કરોડો નો નફો*
આમા જો કોઈ ખેડૂત એક એકરમાં સાગના 500 વૃક્ષો વાવે તો 10-12 વર્ષ પછી તેને લગભગ એક કરોડ રૂપિયામાં વેચી શકશે . ત્યારે જો એક ઝાડની કિંમતની વાત કરીએ તો તે બજારમાં સરળતાથી 30-40 હજાર રૂપિયામાં વેચાય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વૃક્ષની કિંમત માં વધારો થશે . અને છેવટે તે લાખો માં થશે .

Follow Me:

Related Posts