અમરેલી

આ શિવરાત્રી નિમિત્તે ખાસ

શુક્રવાર તા. ૦૮-૦૩-૨૦૨૪ નાં રોજ મહાશિવરાત્રી છે. ભોલેનાથને પ્રસન્ન કરવાં માટે આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે.આ વખતે ૧૩/૧૪ તિથિનાં સ‌ંયોગમાં મહાશિવરાત્રી અને પ્રદોષનો સંયોગ બની રહ્યો છે.સાથો સાથ  સર્વાર્થસિદ્ધીયોગ,શિવયોગ, સિદ્ધયોગ અને શ્રવણ નક્ષત્રનો અનોખો દુર્લભ સંયોગ બની રહ્યો છે,એટલાં માટે આ વખતે મહાશિવરાત્રી પર શિવજીનું પૂજન,રુદ્રાભિષેક, જપ-તપ-યજ્ઞ-દાન-પૂણ્ય કે ઉપવાસ ભકિતભાવ પૂર્વક કરવાથી અનેક ગણું ફળ અને પૂણ્ય પ્રાપ્ત થશે અને ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે.એમ સાવરકુંડલાના વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ અને જ્યોતિષવિદ અનિલભાઇ ખીરા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે

Related Posts