આ સાઉથ સ્ટારે હાથ ના પકડ્યો હોત તો સલમાન ખાનનું કરિયર બરબાદ જ હતું..
સલમાન ખાને ૧૯૮૮માં ‘બીવી હો તો ઐસી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. તેને બોલિવૂડમાં આવ્યાને ૩૪ વર્ષ થઈ ગયા છે. જાેકે તેણે પોતાના કરિયરના ઘણા સ્ટેજ જાેયા, જેમાં ક્યારેક તેને બંપર સફળતા મળી હતી તો ક્યારેક તે નિરાશ પણ થઈ જતો હતો. જાે કે, આમ છતાં, તેણે ક્યારેય હાર માની ન હતી અને પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. આજે આપણે સલમાનના એ જમાનાની વાત કરીશું જ્યારે તેને બોક્સ ઓફિસ પર સતત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારે એક સાઉથના એક એક્ટરે ડિરેક્ટર તરીકે તેના જીવનમાં એવી એન્ટ્રી કરી કે સલમાનનું કરિયર ફરી એકવાર પાટા પર આવી ગયું. છેલ્લા ત્રણ દશકથી બોલીવૂડ પર રાજ કરનારા સલમાન ખાને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે
. ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર સલમાને ૨૦૨૩ સુધી ૮૦ ફિલ્મો કરી છે. અત્યારે તો એની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે જેમાંથી કેટલીકનું શૂટિંગ થઇ રહ્યું છે તો કેટલીક પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. પોતાના કરિયરમાં સલમાને ૩૩થી વધુ હિટ ફિલ્મો આપી છે. જાે કે તેના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા લાગી હતી. આ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધીની વાત છે. એ વખતે એવું લાગતું હતું કે જાણે સલમાનનું કરિયર ડગમગી ગયું છે. ત્યારે બોલીવૂડના એક સાઉથના એક્ટરે ડાયરેક્ટર બનીને તેના ડૂબતા કરિયરને બચાવી લીધું હતું. અહીં અમે વાત કરી રહ્યાં છીએ સાઉથ એક્ટર, કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર પ્રભુ દેવાની. કહેવાય છે કે વર્ષ ૨૦૦૫માં ફિલ્મ નો એન્ટ્રી બાદ જ્યારે સલમાનની ઘણી ફિલ્મો ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’, ‘યે હૈ જલવા’, ‘ગર્વઃ ગૌરવ ઔર સન્માન’ વગેરે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી ત્યારે સાઉથ સ્ટાર પ્રભુ દેવાએ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને ‘વોન્ટેડ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી હતી. વર્ષ ૨૦૦૯માં આવેલી આ ફિલ્મે તેનું કરિયર બદલી નાંખ્યું હતું. સલમાન ખાનને આ ફિલ્મથી એક્શન હીરોની ઇમેજ મળી હતી. આ પછી તે ફિલ્મ સલમાનના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. ‘વોન્ટેડ’ બ્લોકબસ્ટર સાબિત થયા બાદ પ્રભુદેવાએ ફરી સલમાન સાથે દબંગ ફિલ્મ બનાવી હતી, જે વર્ષ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ખૂબ કમાણી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ પણ તોડ્યા હતા. આ પછી બોડીગાર્ડ અને એક થા ટાઈગરે પણ લોકોમાં સલમાનની પોપ્યુલારિટીમાં વધારો કર્યો હતો. આજકાલ સલમાન પોતાની મચ અવેઇટેડ ફિલ્મ ટાઇગર ૩માં બિઝી છે, જે આવતા વર્ષે રિલીઝ થવા માટે તૈયાર છે.
Recent Comments