આમ તો આ હાઈટેક યુગમાં પણ હજુ થોડા ઘણા એવા દ્રશ્યો પણ જોવા મળે છે જે કુદરતની પ્રાકૃતિક સંપદાની વધુ નજીક હોય છે. સાવરકુંડલા શહેરમાં આમ તો નજર માંડીને એટલે રસ્તા પર પેટ્રોલ કે ડિઝલ સંચાલિત વાહનો જોવા મળે છે. પછી તે ટ્રેકટર , ટ્રક, કાર, સ્કૂટર કે બાઈક હોય . તો વળી થોડા ઘણાં ઈલેકટ્રીક બેટરી સંચાલિત વાહનો પણ જોવા મળે છે. સાયકલો જેવા પર્યાવરણનું સંવર્ધન કરતાં વાહન પણ જોવા મળે છે.
ખાસકરીને બળદ ગાડા તો ભાગ્યે જ જવલ્લે જોવા મળે છે. અને એમાં પણ ઊંટ ગાડી એટલે એક અનોખી ડ્રાઈવ. એક ઊંટ ગાડીમાં પિતા પુત્ર આ ભૌતિકવાદી જીવનથી પર રહીને મોજથી ફિકરની ફાંકી કરીને જતાં હોય તેવા દ્રશ્યો ખરેખર હાલના વર્તમાન હાઈટેક યુગમા જવલ્લે જ જોવા મળે છે. જો કે પેટ્રોલ ડીઝલ સંચાલિત વાહનનો અતિ ઉપયોગ અંતે તો પર્યાવરણને માટે નુકસાનકારક જ ગણાય.
Recent Comments