ભોજપૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર મુવી રિલીઝ થતા હોય છે. ભોજપૂરી મુવી જાેવાના શોખીન અનેક લોકો હોય છે. હાલમાં દિનેશ લાલ યાદવની ફિલ્મ ભાઇ રિલીઝ થઇ. આ ફિલ્મનો ઓડિયન્સનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે કોઇ વસ્તુ ફ્રીમાં મળે તો એ જાેવાનો આનંદ અને જાેવા માટેની લાઇનો વધારે લાગતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે પણ ફ્રીમાં રોમાન્સ અને એક્શનથી ભરપૂર મુવી જાેવાનું વિચારી રહ્યા છો તો આ સ્પેશયલ તમારા માટે છે. વાત છે ભોજપૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની. દિનેશ લાલ યાદવની ભાઇ જ નહીં, પરંતુ ભોજપૂરીની નવી ફિલ્મો આવી રહી છે અને આવશે. તો જાણો ૫ ભોજપૂરી ફિલ્મો વિશે જે તમે ફ્રીમાં જાેઇ શકો છો. આ મુવીને તમે ફ્રીમાં ઓટીટી પ્લેટફોર્મ પર જાેઇ શકો છો. પવન સિંહ અને સ્મૃતિ સિન્હા સ્ટારર બેવફા સનમ રિલીઝ થઇ ગઇ છે. પતિ-પત્નીનો પ્રેમ, ભરોસો અને અતૂટ વિશ્વાસની કહાની છે. ફિલ્મના સોન્ગ બહુ મસ્ત છે. આ એક એક્શન ડ્રામ ફિલ્મ છે. આ ફિલ્મ ૨૪ મેના રોજ રિલીઝ થઇ. પ્રદિપ પાંડે ચિંટૂ અને શહર અફ્શ સ્ટારર ફિલ્મ ખિલાડી એક રોમેન્ટિક અને એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં હની ટ્રેપ અને સોશિયલ મીડિયાના મુદ્દાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ ૪ જૂનના રોજ રિલીઝ થઇ છે. રિતેશ પાંડે અને હર્ષિકા સ્ટારર સનમ મેરે હમરાજ ૧૮ જૂનના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રેમની કહાની છે. ફિલ્મના સોન્ગ બહુ મસ્ત છે. આ ફિલ્મના સોન્ગ બોલિવૂડને પણ ટક્કર મારે એવા છે. આ ફિલ્મના સોન્ગ તમે એક વાર સાંભળશો તો વારંવાર સાંભળવાનું મન થશે અને માઇન્ડ રિલેક્સ થઇ જશે. આ સિવાય અરવિંદ અકેલા કલ્લુ અને પ્રિયંકા રેવારીની લંડન જાકર ફંસ ગયા યાર પણ બહુ જલદી રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો હજુ સુધી કોઇ થયો નથી. ફિલ્મ દો બિહારી રિલીઝ થવા માટે તૈયાર છે, પરંતુ આ ફિલ્મની ડેટનો કોઇ ખુલાસો થયો નથી. ફિલ્મમાં અંકુશ રાજા અને પ્રિયાંશુ છે. આ બધી ફિલ્મોને તમે જિયો સિનેમા એપ પર ફ્રીમાં જાેઇ શકો છો.
આ ૫ ફિલ્મો મફતમાં જાેવા મળવાની છે

Recent Comments