શાહરુખ ખાન સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ જૂહી ચાવલાએ એક્ટરના સંઘર્ષના દિવસો અંગે ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે કહ્યું કે, એક સમય એવો પણ હતો જ્યારે શાહરુખ ખાન પાસે ઈસ્ૈં ભરવાના પૈસા નહોતા. તેણે કહ્યું કે, ઇએમઆઇ ન ભરવાના કારણે શાહરુખની જિપ્સી કાર જતી રહી હતી. જૂહીએ શાહરુખના સ્ટ્રગલના દિવસો યાદ કરતા જણાવ્યું કે, કેવી રીતે મુંબઈમાં ઘર ન હોવા છતાં પણ એક્ટર રોજ ૨-૩ શિફ્ટમાં કામ કરતો હતો. જૂહી લાંબા સમયથી શાહરુખને જાણે છે. બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને હાલમાં તે બંને બિઝનેસ પાર્ટનર છે. શાહરૂખ ખાનની આઇપીએલ ટીમ કેકેઆરમાં જૂહી ચાવલા પણ પાર્ટનર છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એક ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાન વિશે વાત કરતા જૂહીએ કહ્યુંકે, મને યાદ છે કે તે દિવસોમાં શાહરુખ પાસે મુંબઈમાં ઘર નહોતું. દિલ્હીથી આવ્યા પછી તે ક્યાં રોકાયો તેની મને ખબર નથી. આવી સ્થિતિમાં તે ફિલ્મ યુનિટ સાથે ચા પીતો હતો અને ફિલ્મના ક્રૂ સાથે ખાવાનું પણ ખાતો હતો, જેના કારણે તે ઝડપથી બધા સાથે હળી-મળી જતો હતો.
તે સમયે શાહરુખ ખાન ૨-૩ શિફ્ટમાં કામ કરતો હતો. એક બાજુ તે શાહરુખ સાથે ૧૯૯૨માં રાજુ બન ગયા જેન્ટલમેન કરી રહ્યો હતો તો બીજી તરફ એ જ સમયે દિલ આશના હૈ કરી રહ્યો હતો. આ સાથે જ આ જ સમય દરમિયાન દિવ્યા ભારતી સાથે દીવાના નું પણ શૂટિંગ કરી રહ્યો હતો.
આ દરમિયાન જૂહી ચાવલાએ શાહરૂખની કાર જતી રહેવાનો કિસ્સો સંભળાવ્યો. જુહીએ કહ્યું કે, તે સમયે શાહરૂખ ખાન પાસે બ્લેક જિપ્સી હતી. પરંતુ એક દિવસ ઈસ્ૈં ન ભરવાના કારણે જિપ્સી જતી રહી કે એવું જ કંઈક થયું હતું. ત્યારે શાહરૂખ ખૂબ જ નિરાશા સાથે સેટ પર આવ્યો. મેં તેને કહ્યું કે ચિંતા ન કર એક દિવસ તારી પાસે આવી ઘણી કાર હશે. શાહરૂખને આજે પણ આ વાત યાદ છે કારણ કે તે સાચું થયું, તમે જુઓ કે તે આજે ક્યાં પહોંચી ગયો છે.
શાહરૂખ અને જૂહીએ યશ ચોપરાની ડર, મહેશ ભટ્ટની ડુપ્લિકેટ, રાજીવ મહેરાની રામ જાને, અઝીઝ મિર્ઝાની ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની અને વન ૨ કા ૪ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેએ સાથે મળીને ૨૦૦૦માં અઝીઝ મિર્ઝા સાથે ડ્રીમ્ઝ અનલિમિટેડ નામનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું. બાદમાં શાહરૂખ ખાને રેડ ચિલીઝના નામથી પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગ છે જ્યારે જુહી હાલમાં જ ધ રેલવે મેનમાં નજર આવી હતી.
Recent Comments