fbpx
રાષ્ટ્રીય

ઇકોનોમિક્સનું નોબેલ પ્રાઇઝ અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને

વિદેશોના સમાજમાં અત્યંત મહત્વના ગણાતા પ્રશ્નો અને સમસ્યા વિશે કાર્ડે સંશોધન કર્યું હતું જ્યારે એન્ગ્રિસ્ટ અને ઇમ્બેનના પદ્ધતિસરના યોગદાને દર્શાવી આપ્યું છે કે કુદરતી પ્રયોગો જ્ઞાાનનાન સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે એમ ઇકોનોમિક સાયન્સ કમિટિના ચેરમેન પિટર ફ્રેડરિક્સને કહ્યું હતું.તેઓના સંશોધનથી મહત્વના સામાજિક પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર અંગેની અમારી ક્ષમતામાં ધરખમ વધારો થયો છે જે સમાજ માટે સૌથી લાભદાયી બની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.આ વર્ષનું ઇકોનોમિક્સનું નોબેલ પ્રાઇઝ અમેરિકા સ્થિત ત્રણ અર્થશાસ્ત્રીઓને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવશે.

આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ એવા સામાજિક વિષય ઉપર સંશોન કર્યું હતું જેણે પૂરવાર કરી દીધું હતું કે લઘુતમ પગારમાં વારો કરવાથી કર્મચારીઓને નિમણૂક કરવામાં કોઇ ઘટાડો થતો નથી. આ સંશોધનમાં એ પણ પૂરવાર થયું હતું કે જે ઇમિગ્રન્ટ ધંધાર્થીઓ અને વેપારીઓ છે તે પોતાના જ દેશમાં જન્મેલા કર્મચારીઓ અને કામદારોને સહેજપણ ઓછો પગાર આપતા નથી. આ સંશોધનથી સમાજમાં પ્રવર્તી રહેલી ખોટી માન્યતાનો સદંતર છેદ ઉડી ગયો હતો પશ્ચિમના દેશોમાં સામાન્ય એવી છાપ પ્રવર્તે છે કે ઇમિગ્રન્ટ વેપારીઓ અને ધંધાર્થીઓ પોતાના દેશમાં જન્મેલા કામદારો અને કર્મચારીઓને નિયમ કરતાં ઓછો પગાર આપે છે. અન્ય બે અર્થશાસ્ત્રીઓએ આ લપ્રકારના સામાજિક વિષયનો અભ્યાસ કરવા અવનવા માર્ગ શોધી કાઢ્યા હતા જે બદલ તેઓને પણ સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ અપાશે.કેનેડામાં જન્મેલા અને યુનિવર્સિટિ ઓફ કેલિફોર્નિયા, બર્કલેના પ્રોફેસર ડેવિડ કાર્ડને નોબેલ પ્રાઇઝની રકમમાંથી ૫૦ ટકા હિસ્સો આપવામાં આવશે. કાર્ડે પોતાના સંશોધનમાં લઘુતમ વેતન દર, ઇમિગ્રેશન અને શિક્ષણ જેવા મહત્વના પાસાં કેવી રીતે દેશના લેબર માર્કેટને પ્રભાવિત કરે છે તે શોધી કાઢ્યું હતું .

નોબેલ પ્રાઇઝની બાકીની ૫૦ ટકા રકમ માસાચ્યુસેટ્‌સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ના જાેશુઆ એન્ગ્રિસ્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટિના ડચ પ્રોફેસર ગીડો ઇમ્બેનને સંયુક્ત રીતે અપાશે. આ બે અર્થશાસ્ત્રીઓએ આ સામાજિક વિષયનું તમામ પારંપારિક અને વૈજ્ઞાાનિક પદ્ધતિઓને બાકાત રાખીને પોતાની તદ્દન નવતર પદ્ધતિએ સંશોધન કર્યું હતું. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સે કહ્યું હતું કે આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિજ્ઞાાનના શાસ્ત્રના તમામ પ્રયોગ મૂલક કામને તદ્દન નવો જ ઓપ આપ્યો છે.

Follow Me:

Related Posts