fbpx
અમરેલી

ઇકો સેન્સેટિવ ઝોનની આડમાંખેડૂતોનેખતમ કરવાનુંકામ ભાજપ સરકાર કરી રહી છે -અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખમનીષ ભંડેરી

ભાજપના રાજમાંખેતી- ખેડૂતો દિન પ્રતિદિન ખતમ થઈ રહ્યા છે, ભાજપ સરકાર હંમેશા ખેતી અનેખેડૂત વિરોધી રહી છે, કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂતોનેખતમ કરવા માટે ત્રણ કૃષિના કાળા કાયદાઓ લાવ્યા હતા પરંતુપંજાબ અનેહરિયાણાના જાગૃત ખેડૂતોએ કેન્દ્રની ભાજપ સરકાર સામે૧૪ મહિના સુધી આંદોલન કરીનેમોરચો માંડ્યો હતો જે આંદોલનમાં ૭૫૦ કરતા વધારેખેડૂતો શહીદ થઈ ગયા હતા અનેખેડૂતોના આંદોલનના લીધેનરેન્દ્ર મોદીની ભાજપ સરકાર કૃષિના ત્રણ કાળા કાયદાઓ મજબૂર વશ થઈનેપરત ખેંચવા પડ્યા હતા, ફરી એકવાર કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેતી અનેખેડૂતોનેખતમ કરવા માટે ઈકોઝોનના કાળા કાયદાઓ લાવ્યા છે, આ ઈકોઝોનના કાળા કાયદાઓથી સૌરાષ્ટ્રમાંગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી જીલ્લાના ખેડૂતો પ્રભાવિત થવાના છે, આ ઈકોઝોનના કાળા કાયદાઓની અસર અમરેલી જિલ્લાના ૭૨ ગામના ખેડૂતો ઉપર પડવાની છે,

આ ઇકોઝોનના કાળા કાયદાઓથી ખેડૂતોનેખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની જવાની છે, ઇકોઝોન વિસ્તારમાંઆવતા ગામડાઓના ખેડૂતોનેપોતાના ખેતરમાં કૂવો ઊંડો કરવો હોય કે ગાળવો હોય કે બોર કરવો, વાડીએ મજુર માટે ઓરડી કરવી હોય, ઢોર માટે ફરજો કરવો હોય, થ્રેસર હાંકવુંહોય વગેરે જેવા નાના-મોટા કાર્યો કરવા માટે જંગલ ખાતાની પરમિશન લેવી ફરજીયાત બની જતી હોય જેથી કરીનેખેડૂતોનેખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની જશે, પરિણામ ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર બની જશે, ઈકોઝોનના લીધેવન્ય પ્રાણીઓની આડમાંજંગલ ખાતાના અધિકારીઓ દ્વારા ખેડૂતોનેઅવાર-નવાર હેરાન કરવામાંઆવશેઅનેખેડૂતોની સામેખોટા કેસ દાખલ કરીનેજેલમાંપૂરવાનું કામ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા કરવામાંઆવશે, માટે ખેડૂત અનેખેતીને બચાવવા માટે કેન્દ્રની ભાજપ સરકાર ઈકોઝોનના કાળા કાયદાઓ પરત ખેંચી લેનહિતર મજબૂર વશ થઈનેખેડૂતોનેકેન્દ્રની ભાજપ સરકાર સામેલડવા માટે આંદોલનરૂપી રણશીંગુફૂકવુંપડશેતેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી ડે એ જણાવ્યુંછે.

Follow Me:

Related Posts