fbpx
અમરેલી

ઇજાગ્રસ્તના ખીસામાંથી પોણા લાખની રકમ સંબંધીઓને પરત કરી ૧૦૮ની ટિમ દ્વારા પ્રમાણિકતાન દાખવી

અમરેલીના ચિતલના રીક્ષા ચાલક યુવાનનું ઢસા પાસે ગંભીર અકસ્માત સર્જતાં પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

અમરેલી જિલ્લાના ચિતલ ગામના ભરવાડ યુવાન નું ઢસા ગામ પાસે રીક્ષા સ્લીપ થવાથી અકસ્માત સર્જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાબડતોબ ઢસા ગામની ૧૦૮ દ્વારા બાબરાના સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા જોકે વધુ ઇજાઓથી અહીંના તબીબ ડો સાકીર વ્હોરા દ્વારા રાજકોટ ખાતે રીફર કરાયા હતા

અકસ્માતની આ ઘટનામાં ઢસાની ૧૦૮ ની ટિમ ની પ્રામાણિકતા સામે આવી હતી અહીં ઈજાગ્રસ્તના ખીસામાં રહેલ ₹૭૫૦૦૦ ની રકમ તેમના બાબરા ખાતેના સંબંધીને આપી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું


આ બનાવ ની વધુ વિગત પ્રમાણે ચિતલ ગામે રહેતા ભાવેશભાઈ ગીગાભાઈ રાતડીયા પોતાની રીક્ષા નંબર જી જે ૧૪w ૬૭૪૧ લઇ ભાવનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે અહીં ઢસા નજીક માર્કટિગયાર્ડ પાસે સીએનજી પમ્પ ની બાજુમાં શ્વાન આડુ ઉત્તરતા રીક્ષા ડીવાઇડર સાથે અથડાઈ હતી જેમાં રીક્ષા ચાલક ભાવેશભાઈ રાતડીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ૧૦૮ મારફતે બાબરા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈજવામાં આવ્યા છે


અકસ્માતની આ ઘટમાં એક પ્રામાણિકતા જોવા મળી હતી અહીં ઢસા માં ૧૦૮માં ફરજ બજવતા ડો મહેસભાઈ નંદવા,તેમજ પાયલોટ ભરતભાઇ ગઢવી એ ઈજાગ્રસ્ત ભરવાડ યુવાન ના ખીસાના રૂપિયા ૭૫૦૦૦ બાબરા ખાતેના તેના સંબંધી ગાડુભાઈ રાતડીયાને પરત કરી પોતાની પ્રામાણિકતાના દર્શન કરાવ્યા હતા


વર્તમાન સમયમાં લોકો રૂપિયાની લાલસમાં ન કરવાનું કરી બેસે છે ત્યારે એક સરકાર કર્મચારીઓની પ્રામાણિક નિહાળી શહેરના વેપારી અગ્રણી ગાંડુભાઈ રાતડીયાએ બિરદાવી હતી

Follow Me:

Related Posts