ઇઝરાયલ પર હિઝબુલ્લાહનો હુમલો, IDFએ જાહેર કર્યો વીડિયો
અમે અમારા નાગરિકોને હુમલાઓથી બચાવવાનું ચાલુ રાખીશું ઃ ૈંડ્ઢહ્લહિઝબુલ્લાહે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો છે. તેણે ૧૬૫થી વધુ મિસાઈલો છોડી છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ હુમલાઓ ઈઝરાયલના ઉત્તરીય વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમ પણ આ હુમલાને રોકવામાં નિષ્ફળ ગઈ છે. હુમલામાં અનેક વાહનોને આગ લાગી ગઇ હતી. ૈંડ્ઢહ્લનું કહેવું છે કે અમે અમારા નાગરિકોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવાનું ચાલુ રાખીશું.
હિઝબુલ્લાહે હાઇફામાં ૯૦થી વધુ મિસાઇલો છોડી છે. ૫૦થી વધુ મિસાઈલથી ગેલિલીને નિશાન બનાવવામાં આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ હુમલામાં ૭ લોકો ઘાયલ થયા છે. તેમાં એક બાળક પણ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે લેબનોનમાં યુદ્ધવિરામની દિશામાં થોડી પ્રગતિ થઈ છે. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે ગેલિલી પર લગભગ ૫૦ રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા. કારમીલ ક્ષેત્ર અને આસપાસના શહેરોમાં ઘણા રોકેટ પડ્યા હતા.
હિઝબુલ્લાહે આ હુમલાની જવાબદારી લીધી છે. તેણે દાવો કર્યો છે કે કારમીલ વસ્તીમાં પેરાટ્રુપર્સ બ્રિગેડના ટ્રેનિંગ બેઝને નિશાન બનાવવામાં આવ્યું છે. જાે કે, ૈંડ્ઢહ્લનું કહેવું છે કે લેબનોનથી લોન્ચ કરાયેલ ડ્રોનને મલકિયાના ઉત્તરી કિબુટ્ઝ પર એર ડિફેન્સ સિસ્ટમ મારફતે તોડી પાડવામાં આવ્યા હતા. અગાઉ, લેબનોનનું અન્ય એક ડ્રોન પશ્ચિમી ગેલિલીના લિમન શહેર નજીકના એક ખુલ્લા ક્ષેત્રમાં ક્રેશ થયું હતું, જેના કારણે આગ લાગી હતી.
આઈડીએફનો દાવો છે કે હિઝબુલ્લાહ દ્વારા શરૂઆતમાં છોડવામાં આવેલી ૮૦ મિસાઈલોમાંથી મોટાભાગની મિસાઈલો હવામાં જ નાશ પામી હતી. કેટલીક મિસાઇલો અલગ-અલગ શહેરોમાં પડી હતી. બીજી વખત ૧૦ રોકેટ છોડવામાં આવ્યા. હાઇફાના કિરયાત અતામાં ઘરો અને કારને નુકસાન થયું છે. અહીં ચાર લોકો ઘાયલ થયા છે. જેમાં ૫૨ વર્ષના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. હાઇફા પરના હુમલા બાદ ૈંડ્ઢહ્લએ કહ્યું કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલ હિઝબુલ્લાહ રોકેટ લોન્ચરને ડ્રોન હુમલામાં નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલા શહેરો અને સમુદાયોને પણ દિવસભર રોકેટ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ૈંડ્ઢહ્લ લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યું છે.
Recent Comments