રાષ્ટ્રીય

ઇઝરાયેલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે ભારતીય સેનાનું સફળ ઓપરેશન, ઘાયલ સૈનિકને બચાવી લેવામાં આવ્યો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે હવાલદાર સુરેશને બચાવવાના ઓપરેશનમાં સામેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.ભારતે ગુરુવારે તેલ અવીવમાંથી એક ભારતીય સૈનિકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ગોલાન હાઇટ્‌સમાં યુનાઇટેડ નેશન્સ ડિસએંગેજમેન્ટ ઓબ્ઝર્વર ફોર્સ (ેંદ્ગર્ડ્ઢંહ્લ) સાથે સેવા આપતી વખતે અકસ્માતમાં સૈનિકને માથામાં ઇજા થઇ હતી. ગોલાન હાઇટ્‌સ એ દક્ષિણ-પશ્ચિમ સીરિયામાં સ્થિત પર્વતીય વિસ્તાર છે. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે વધતા તણાવ વચ્ચે, હવાલદાર સુરેશ આર (૩૩) ને ઇઝરાયેલના શહેરથી લશ્કરી વિમાન દ્વારા દિલ્હીમાં આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ેંદ્ગર્ડ્ઢંહ્લ શું છે? તમને જણાવી દઈએ કે ેંદ્ગર્ડ્ઢંહ્લ એક પીસકીપિંગ મિશન છે, જેનું કામ ઈઝરાયેલ અને સીરિયા વચ્ચે યુદ્ધવિરામ જાળવી રાખવાનું અને બંને દેશોની સેનાઓ વચ્ચેના તણાવને ઘટાડવા પર નજર રાખવાનું છે. નોંધપાત્ર પ્રયાસો અને સંકલનમાં, ભારતીય સશસ્ત્ર દળોએ, સંરક્ષણ મંત્રાલયના સમર્થન સાથે, ગોલન હાઇટ્‌સમાંથી ેંદ્ગર્ડ્ઢંહ્લ હવાલદાર સુરેશ આરને સફળતાપૂર્વક બહાર કાઢ્યા, ભારતીય સેનાએ શુક્રવારે જણાવ્યું હતું.

આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે હવાલદાર સુરેશને બચાવવાના ઓપરેશનમાં સામેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે અમારા ઘાયલ સૈનિક હવાલદાર સુરેશ આર.ના સ્થળાંતર યોજનાને સફળતાપૂર્વક અમલમાં મૂકવા અને આયોજનમાં નોંધપાત્ર સંકલન દર્શાવવા માટે હું અમારા સશસ્ત્ર દળોની પ્રશંસા કરું છું. રાજનાથ સિંહે કહ્યું કે મને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે, જેમણે ફરી એકવાર સૈનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સૈનિકને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ ફરજની લાઇનમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને ઇઝરાયેલની યુએન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાે કે, તેને વધુ સારવારની જરૂર હતી, તેથી તેને ભારત લાવવાનો ર્નિણય લેવામાં આવ્યો. સૈનિકને બહાર કાઢવામાં આર્મી, ઈન્ડિયન એરફોર્સ, ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (આઈડીએસ) અને ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ (ડીએમએ) સામેલ હતા.

Related Posts