રાષ્ટ્રીય

ઇટાલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતાનું થયું નિધન

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું શનિવારે ઇટાલીમાં તેમના આવાસ પર નિધન થઈ ગયું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્‌વીટ કરી તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું પાઓલાને મંગળવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છે કે ૨૪ ઓગસ્ટે કોંગ્રેસે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જસે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હી પરત ફરતા પહેલા સોનિયા પોતાના બીમાર માતાને જાેવા જશે. જયરામ રમેશે જણાવ્યુ હતુ કે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ ગયા છે અને આ દરમિયાન રાહુલ તથા પ્રિયંકા પણ તેમની સાથે રહેશે.

એટલું જ નહીં જયરામ રમેશે જણાવ્યું હતું કે આ દરમિયાન તેઓ પોતાના બીમાર માતાને જાેવા પણ જશે અને ત્યારબાદ દિલ્હી પરત ફરશે. તેનો અર્થ છે કે માતાના નિધન પહેલા લગભગ સોનિયા ગાંધીએ તેમની સાથે મુલાકાત કરી હશે. પરંતુ અત્યાર સુધી સોનિયા ગાંધીના માતાના મૃત્યુ અને અંતિમ સંસ્કાર વિશે વધુ જાણકારી સામે આવી નથી. રાહુલ અને પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણીવાર પોતાના નાનીને મળવા ગયા હતા. વર્ષ ૨૦૨૦માં જ્યારે રાહુલ ગાંધીએ તેમની સતત વિદેશ યાત્રાઓ પર કેટલીક આલોચનાનો સામનો કરવો પડ્યો હતો, તો પાર્ટીએ કહ્યુ હતું કે તે એક બીમાર સંબંધીને મળવા ઇટલીની અંગત યાત્રાએ ગયા છે.

Related Posts