ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાઇ રહેલા G-૨૦ સંમેલનમાં ભારતને G-૨૦ ની સત્તાવાર રૂપથી અધ્યક્ષતા મળી ગઇ છે. સંમેલનના બીજા દિવસે મેજબાન દેશએ ભારતને આગામી વર્ષે અધ્યક્ષતા કરવાની જવાબદારી સોંપી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જાેકો વિડોડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને G-૨૦ ની અધ્યક્ષતા સોંપી છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે ય્-૨૦ ની અધ્યક્ષતા દરેક ભારતીય માટે ગર્વની વાત છે. આજે આખું વિશ્વ ભારત તરફ જાેઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે ય્-૨૦ શિખર સંમેલન નવી દિલ્હીમાં થશે, જેની મેજબાની ભારત કરશે. પીએમ મોદીએ કહ્યું કે ય્-૨૦ ની જવાબદારી ભારત એવા સમયે લઇ રહ્યું છે કે જ્યારે વિશ્વ જિયો પોલિટિકલ તણાવો, આર્થિક સંકટ અને ઉર્જાની વધતી જતી કિંમતો અને મહામારીના દુષ્પ્રભાવો સાથે ઝઝૂમી રહ્યું છે.
એવામાં વિશ્વ ય્-૨૦ તરફથી આશાની નજરથી જાેઇ રહ્યું છે. તો બીજી તરફ પીએમ મોદીએ ય્૨૦ નેતાઓની સાથે બાલીના મેંગ્રોવમાં વૃક્ષારોપણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આશ્વાસન આપવા માંગું છું કે ભારતની ય્૨૦ અધ્યક્ષતા સમાવેશી, મહત્વાકાંક્ષી અને નિર્ણાયક અને ક્રિયા-ઉન્મુખ હશે. ય્૨૦ નવા વિચારોની પરિકલ્પના અને સામૂહિક એક્શનને ગતિ આપવા માટે એક ગ્લોબલ પ્રાઇમ મોવરની માફક કામ કરશે.
શું છે G ૨૦ ગ્રુપ? તે જાણો… વિશ્વની અર્થવ્યવસ્થાને દશા અને દિશા આપવા માટે ૨૦૦૮ માં ય્૨૦ ગ્રુપની રચના થઇ હતી. વૈશ્વિક સ્તર પર આર્થિક કેસમાં સહયોગ કરવા માટે આ ગ્રુપ કામ કરે છે. ય્૨૦ નું આ શિખર સંમેલન દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આગામી વર્ષે ૨૦૨૩ માં ય્૨૦ શિખર સંમેલનની મેજબાની ભારત કરશે. ૯ અને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ને નવી દિલ્હીમાં આગામી ય્૨૦ શિખર સંમેલનમાં આયોજિત થશે. ખબર છે ય્૨૦ માં કયા કયા દેશ થશે સામેલ?..તે જાણો… ય્૨૦ ગ્રુપમાં ભારત ઉપરાંત અમેરિકા, અર્જેટીના, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, બ્રાજીલ, કેનેડા, ચીન, દક્ષિણ આફ્રીકા, દક્ષિણ કોરિયા, ઇટલી, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ અને તુર્કીમાં સામેલ છે.
Recent Comments