રાષ્ટ્રીય

ઇન્ડોનેશિયાના પૂર્વ પ્રમુખની પુત્રી હિંદુ ધર્મ અપનાવશે

સમગ્ર વિશ્વમાં ઇન્ડોશિયામાં ઇસ્લામનું પાલન કરનારા સૌથી વધુ લોકો છે., એટલું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમા ં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં પણ ઇન્ડોનેશિયા પ્રથમ ક્રમે આવે છે. સુકમાવતીના પિતા સુકર્ણો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારત સાથેના ઇન્ડોનેશિયાના સંબંધો ખુબ જ સારા હતા.ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતીએએ ઇસ્લામ ધર્મ છોડી દઇ હિંદુ ધર્મ અંગિકાર કહરવાનો ર્નિણય કર્યો છે. ૨૬ ઓક્ટોબરના રોજ યોજાનારી એક મહાપૂજામાં તે ભાગ લેશે અને સાથે જ તે હિંદુ ધર્મ અપનાવી લેશે એમ સીએનએન ઇન્ડોનેશિયા ઉપર પ્રસારિત થયેલા એક અહેવાલમાં આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સુકર્ણો હેરિટેજ એરિયામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સુકમાવતી ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ત્રીજા નંબરની પુત્રી છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેઘાવતી સુકર્ણોપુત્રીની નાની બહેન છે. ૭૦ વર્ષિય સુકમાવતી હાલ ઇન્ડોનેશિયામાં જ રહે છે. ઉલ્લેખનીય છે કે કટ્ટરવાદી ઇસ્લામિક જૂથોએ ગત વર્ષે સુકમાવતી વિરૂદ્ધ ઇશનિંદાની ફરિયાદ પણ નોંધાવી હતી. વાસ્તવમાં સુકમાવતીએ પોતાની એક કવિતા જાહેર કરી હતી. ઇસ્લામિક કટટરવાદીઓએ તે સમયે આરોપ મૂક્યો હતો કે સુકમાવતીએ ઇસ્લામનું અપમાન કર્યું હતું. આ ઘટના બાદ સુકમાવતીએ પોતાની કવિતા બદલ જાહેર માફી ની માંગણી પણ કરી હતી. જાે કે તેમ છતાં તે વિવાદ શાંત પડયો હોય તેમ લાગતું નથી, કેમ કે અવાર-નવાર તેમની ટીકા અને આલોચના કરવાનું હજુ ચાલું જ છે.

Follow Me:

Related Posts