ઇન્દોરમાં એક કાર રોડ પર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાતાં ૮ લોકોના મોત
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, આ દર્દનાક અકસ્માતમાં એક કાર રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં અથડાઈ હતી, જેમાં ૮ લોકોના મોત થયા હતા. આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયો હતો. મળતી માહિત મુજબ રતલામ પાસિંગ કાર રોડ પર પાર્ક પડેલા ડમ્પરમાં પૂર ઝડપે આવીને પાછળથી અથડાઈ હતી. ડમ્પર રેતીથી ભરેલું હતું. ઘટના સ્થળે મોટા પ્રમાણમાં રેતી વેરાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધ ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
આ ગાડીમાં તમામ લોકો કારમાં બાંક ટાંડાથી ગુના જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. ઘટના બાદ કાર જે વાહન સાથે અથડાઈ હતી તેનો ચાલક ફરાર થઈ ગયો. હાલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતક કમલેશ પાસેથી પોલીસ કાર્ડ પણ મળી આવ્યું છે, જેમાં તે શિવપુરીમાં પોસ્ટિંગ છે. હાલ પોલીસે આ અંગે તપાસ કરી અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જેને પોલીસ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
Recent Comments