મહિલા ઈચ્છતી હતી કે, તેના પતિની દારુની આદત છૂટી જાય. તેના માટે કેટલીય દવાઓ કરાવી. પણ જાણ બહાર પતિને દવા આપવાની વાત જ્યારે પતિને ખબર પડી તો, તે શૈતાન બની ગયો. તેણે પત્નીનું માથુ ઉકળતા તેલમાં નાખી દીધું. આ ઘટના વિશે જાણીને લોકો ચોંકી ઉઠ્યા હતા.આ ઘટના મધ્ય પ્રદેશના ઈન્દોરની છે. પોલીસ સ્ટેશન જૂની ઈન્દૌરમાં રહેનારો એક વ્યક્તિએ પોતાની પત્નીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. પત્નીની ભૂલ એટલી હતી કે, તે દારુની આદત છોડાવા માગતી હતી. તેથી પતિના ખાવામાં આયુર્વેદિક દવા ભેળવીને આપતી હતી.
ખાવામાં આયુર્વેદિક દવા હોવાના શક જતાં પતિ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. બુધવારની રાતે પત્ની જ્યારે ઘરમાં ખાવાનું બનાવી રહી હતી ત્યારે તેણે પત્નીનું માથું ઉકળતા તેલની કડાઈમાં નાખી દીધું. જેનાથી પત્નીનો આખો ચહેરો સળગી ગયો. પોલીસને જાણ થતાં આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી. આઈપીસીની કલમ ૩૦૬ અંતર્ગત અન્ય ધારાઓમાં કેસ નોંધી લીધો.



















Recent Comments