ઇન્ફ્રા કંપનીને RAILWAY અને NHAIતરફથી મોટા ઓર્ડર મળ્યો
ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ય્ઁ્ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (દ્ગૐછૈં) અને ઈસ્ટર્ન રેલવે તરફથી બે મોટા ઓર્ડર મળ્યા છે. બજાર બંધ થયા બાદ સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે આ બંને ક્લાયન્ટ દ્વારા પહેલાથી જ મળેલા ઓર્ડરનું વિસ્તરણ છે. કોન્ટ્રાક્ટમાં કુલ વધારો રૂપિયા ૧૦૩ કરોડે પહોંચ્યો છે. રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર કંપનીની બાકી ઓર્ડર બુક હવે રૂપિયા ૩,૭૭૫ કરોડ છે. ય્ઁ્ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં કુલ રૂ. ૮૦૩ કરોડના ઓર્ડર મળ્યા છે. કંપનીને અગાઉ જૂનમાં રૂ. ૫૪૭ કરોડનો ઓર્ડર મળ્યો હતો. આ સિવાય એપ્રિલમાં મુંબઈ સેન્ટ્રલ રેલવે તરફથી ૪૮૭ કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટ્રાન્સનેટ ફ્રેટ રેલવે તરફથી ૨૬ કરોડ રૂપિયાનો ઓર્ડર પણ મળ્યો હતો. આ ઓર્ડર હેઠળ ય્ઁ્ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ કંપની લેડીસ્મિથ ફેક્ટરીમાંથી કોંક્રિટ સ્લીપર સપ્લાય કરવાની હતી.
ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન મ્જીઈ પર ય્ઁ્ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સનો શેર ૪.૯૮ ટકાના જંગી ઘટાડા સાથે રૂ. ૧૭૧.૭૫ પર બંધ થયો હતો. દ્ગજીઈ પર ય્ઁ્ ઈન્ફ્રાનો શેર ૯ પોઈન્ટના સુધારા સાથે રૂ. ૧૭૧.૬૦ પર બંધ રહ્યો હતો. કંપનીની ૫૨ સપ્તાહની ઊંચી સપાટી રૂ. ૨૦૪ અને ૫૨ સપ્તાહની નીચી રૂ. ૩૫.૪૦ છે. ય્ઁ્ ઇન્ફ્રાના શેરે છેલ્લા છ મહિનામાં ૯૯.૧૨ ટકા અને એક વર્ષમાં ૩૭૧.૬૯ ટકા વળતર આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ બે હજાર કરોડ રૂપિયા છે. ય્ઁ્ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ એ ય્ઁ્ ગ્રુપની ફ્લેગશિપ કંપની છે, જે કોલકાતા સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. કંપની ખાસ કરીને રેલ્વે અને રોડ માટેના સરકારી કોન્ટ્રાક્ટ માટે મોટા પુલ, રેલ્વે ઓવર બ્રિજીસ (ર્ંઇમ્) સાથે સંકળાયેલી છે. આ સિવાય કંપની કોંક્રિટ સ્લીપર બનાવે છે અને સપ્લાય કરે છે. તેઓ ભારત અને આફ્રિકામાં રેલ્વે માટે વપરાય છે. ય્ઁ્ના ઉત્પાદન એકમો પનાગઢ (પશ્ચિમ બંગાળ), લેડીસ્મિથ (દક્ષિણ આફ્રિકા), ત્સુમેબ (નામિબિયા) અને આશિમ (ઘાના)માં સ્થિત છે.
Recent Comments