fbpx
ગુજરાત

ઇફકોની અનોખી સિદ્ધિઃ નેનો યુરિયા લિક્વિડ રિલિઝ કર્યું,મનસુખ માંડવિયા, દિલિપ સંઘાણી જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા

સહકારી કંપની ઈફ્કોએ વિશ્વની પ્રથમ નેનો યુરિયા ખાતર વિકસાવ્યું છે, અને ઈફ્કોનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ રિલીઝ પણ કરી દીધું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈફ્કોનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડનું આજે પ્રથમ કન્સાઈનમેન્ટ બજારમાં રવાના પણ કરી દેવામાં આવ્યું છે. આ પ્રસંગે મનસુખ માંડવિયા, દિલીપ સંઘાણી જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતરની વિશેષતા એ છે કે તે ખાતરની બેગ કરતા ૧૦% સસ્તું નેનો યુરિયા છે. લોજેસ્ટીક વેર હાઉસના ખર્ચમાં પણ ઘટાડો થશે.

સહકારી કંપની ઈફ્કો કંપનીએ જણાવ્યું કે, સ્વદેશી રીતે વિકસિત નેનો યુરિયા પ્રવાહી સ્વરૂપમાં છે. આ નેનો યુરિયા વાજબી છે અને તેમની આવકમાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે. આજે ઇફ્કોએ લીક્વીડ નેનો યુરિયાનો ગુજરાત માટે પ્રથમ જથ્થો રિલીઝ કરાશે. આજે પ્રથમ કન્સાઇનમેન્ટ બજારમાં રવાના કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ઇફ્કો વાઇસ ચેરમેન દિલિપ સંઘાણી ઉપસ્થિત રહ્યા છે. મનસુખ માંડવીયાએ નવા ઈફ્કો પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

સહકારી કંપની ઈફ્કો કંપનીએ લીક્વીડ યુરિયાના ૫૦૦ એમએલના ૨૪૦ રુપિયાનો દર નક્કી કરાયો છે. નેનો લીક્વીડ યુરિયાથી જમીનમાં ખાતરનો વપરાશ ઘટશે. નેનો યુરિયા ખાતરની એક થેલી જેટલું જ અસરકારક છે. એક ખાતરની થેલીની કિંમત ૨૬૬.૫૦ રૂપિયા નક્કી કરાયો છે, જ્યારે નેનો લીક્વીડ યુરિયાના ૫૦૦ એમએલનો ભાવ ૨૪૦ રૂપિયા છે, જે ખાતરની થેલી કરતાં ૧૦ ટકા સસ્તી છે. ૪૫ કિલો ખાતરની સામે માત્ર ૫૦૦ એમ એલ લીક્વીડ યુરિયા ખાતર જ સક્ષમ છે. નેનો યુરિયાથી લોજેસ્ટીક વેર હાઉસના ખર્ચમાં ઘટાડો થશે.
ઈફ્કો નેનો યુરિયા લિક્વિડની ૫૦૦ મિલીલિટર બોટલ પરંપરાગત યુરિયાની ઓછામાં ઓછી એક બેગનું સ્થાન લેશે. નેનો યુરિયા લિક્વિડનું કદ નાનું છે અને એ લોજિસ્ટિક તથા વેરહાઉસિંગનો ખર્ચ પણ ઘટાડશે. કંપનીએ ખેડૂતો માટે નેનો યુરિયાની ૫૦૦ મિલીલિટર બોટલની કિંમત રૂ.૨૪૦ રાખી છે, જે પરંપરાગત યુરિયા બેગની કિંમત કરતાં ૧૦ ટકા સસ્તી છે.

Follow Me:

Related Posts