fbpx
અમરેલી

ઇફકો ટોકિયો કંપનીના નોન એકિઝકયુટિવના ડાયરેકટર તરીકે દિલીપ સંઘાણીની નિમણૂંક

ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઇફકો ટોકિયો ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના નોન એકિઝકયુટિવ ડાયરેકટર તરીકે નિમણૂક થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી ફેલાય છે.

ચેરમેન સંઘાણીએ કંપનીના નોન એકિઝકયુટિવ ડાયરેકટર તરીકેની તેમની નિમણૂંક બાદ એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે, આઝાદી કાળથી જ ગુજરાતે સહકારિતાની આગવી પહેલ કરી છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ ખૂબ ફૂલી ફાલી છે, જેના કારણે રાજયમાં રોજગારીની વધુ તકો ઉપલબ્‍ધ બની છે. સહકારનું ક્ષેત્ર આજે સમાનતાની સાથે આત્‍મનિર્ભરતા થકી શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક બન્‍યું છે.

દિલીપભાઇ સંઘાણીએ જણાવ્‍યું હતું કે ઇફકો એ જાપાનની કંપની સાથે એમઓયુ કરી અંદાજેપાંચેક વર્ષ પહેલા વીમા ક્ષેત્રે પદાર્પણ કર્યું. સહકારી ક્ષેત્ર એ વીમાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હોય તે કદાચિત આ પ્રથમ ઘટના છે. આ કંપનીના નોન એકિઝકયુટિવ ડાયરેકટર તરીકેની નિમણૂંક બાદની પ્રાથમિકતા બાબતે સંઘાણીએ જણાવ્‍યું હતું કે વીમા ક્ષેત્રે પારદર્શકતા આવે અને સમય મર્યાદામાં લાભાર્થીઓને ચુકવવાનું થાય એ બાબતને પ્રાધાન્‍ય આપવામાં આવશે.

ગુજકોમાસોલના ચેરમેન અને સહકારી ક્ષેત્રના અગ્રણી એવા દિલીપભાઈ સંઘાણીની આ નિમણૂંકને સહકારી ક્ષેત્રના આગેવાનો સહિતના લોકોએ હર્ષથી વધાવી છે.

Follow Me:

Related Posts