ઇમરાનખાને કરી જાહેરાત,માર્ચ તે જગ્યાએથી ફરી શરૂ કરશે જ્યાં રેલી દરમિયાન ગોળી વાગી
ઇમરાન ખાને જાહેરાત કરી કે તેમની પાર્ટી ઇસ્લામાબાદ માટે માર્ચ તે જગ્યાએથી ફરી શરૂ કરશે જ્યાં પંજાબ પ્રાંતમાં એક રેલી દરમિયાન તેમને ગોળી વાગી હતી. તેમણે હુમલો કરાવવાનો આરોપ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને બે અન્ય પર લગાવ્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખને ગોળી વાગ્યા બાદ ગુરૂવારે સર્જરી થઈ હતી. ઇમરાન ખાને શૌતક ખાનમ હોસ્પિટલથી એક પત્રકાર પરિષદને સંબોધિત કરી. તેમણે કહ્યું- અમે નક્કી કર્યું છે કે અમારી માર્ગ મંગળવારે વઝીરાબાદમાં તે જગ્યાએથી ફરી શરૂ થશે જ્યાં મને અને ૧૧ અન્યને ગોળી મારવામાં આવી હતી અને જ્યાં મોઅઝ્ઝમ શહીદ થયા હતા. ઇમરાન ખાનના જમણાં પગમાં ત્યારે ગોળી વાગી જ્યારે વઝીરાબાદ વિસ્તારમાં બે બંદૂકધારીઓએ તેમના અને અન્ય પર ગોળીઓ ચલાવી હતી. તે સમયે ખાન માર્ચનું નેતૃત્વ કરી રહ્યા હતા.
ખાન પર હુમલા દરમિયાન ગોળીબારથી પીટીઆઈ કાર્યકર્તા મોઇઝ્ઝમ ગોંડલનું મોત થઈ ગયું હતું. હુમલા બાદ રેલીને સ્થગિત કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યુ, ‘હું અહીંથી (લાહોરમાં) માર્ચને સંબોધિત કરીશ અને અમારી માર્ચ આગામી ૧૦થી ૧૪ દિવસની અંદર રાવલપિંડી પહોંચી જશે. પીટીઆઈ પ્રમુખે કહ્યું કે જ્યારે માર્ચ રાવલપિંડી પહોંચશે, તો તે ખુદ સામેલ થશે અને નેતૃત્વ કરશે. ઇમરાન ખાને આરોપ લગાવ્યો કે પંજાબ પોલીસે તેમના પર થયેલા હુમલાના સિલસિલામાં એક ટોપ આઈએસઆઈ જનરલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની ના પાડી દીધી.
ઇમરાન ખાને કહ્યું- પંજાબ પોલીસે કહ્યું કે તે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, આંતરિક મંત્રી રાણા સનાઉલ્લાહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા તૈયાર છે, પરંતુ ડીજી (સી) આઈએસઆી ફૈસલ નસીર વિરુદ્ધ નહીં. નોંધનીય છે કે ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, ગૃહ મંત્રી રાણા સનાઉલ્લા અને મેજર જનરલ ફૈસલ નસીરે તેમના જાનથી મારવાનું ષડયંત્ર રચ્યું હતું.
Recent Comments