fbpx
રાષ્ટ્રીય

ઇમરાન ખાનના સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કરી, લાહોરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી

પાકિસ્તાન સરકારે કોઈપણ રેલીના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાે કે, પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો પીટીઆઈ વડાના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પ્રતિબંધને છેતરપિંડી ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં આ લોકોને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો હતો. ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (ઁ્‌ૈં) પાર્ટીએ દાવો કર્યો હતો કે, તેના શાંતિપૂર્ણ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પ્રાંતીય રાજધાની લાહોરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

પાર્ટીએ પોલીસ કાર્યવાહીને ફાસીવાદી અને ૭૦ વર્ષીય ખાનની ધરપકડ માટે રસ્તો સાફ કર્યો હોવાનો પ્રયાસ ગણાવ્યો હતો. મોટી સંખ્યામાં તૈનાત પોલીસ ટીમોએ ખાનના નિવાસસ્થાન તરફ જવાના માર્ગ પર કન્ટેનર અને અવરોધો મૂક્યા હતા. પાર્ટીએ કહ્યું કે, પોલીસે વોટર કેનન્સનો ઉપયોગ કર્યો, ટીયર ગેસના શેલ છોડ્યાં અને મહિલાઓ સહિત પીટીઆઈ કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. પાર્ટીએ દાવો કર્યો હતો કે, રમખાણ વિરોધી પોલીસે જમાન પાર્કમાં પાર્ક કરાયેલી પીટીઆઈ કાર્યકરોની કારમાં પણ તોડફોડ કરી હતી અને કાર્યવાહીનો વિરોધ કરી રહેલા પત્રકારો પર હુમલો કર્યો હતો.

રવિવારે મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરોના વિરોધને કારણે પોલીસ ખાનની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી. ખાન પર આરોપ છે કે, તેમણે વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મળેલી ભેટો તોષાખાનામાંથી અમૂલ્ય કિંમતે ખરીદી હતી અને નફા માટે વેચી હતી. પીટીઆઈના વડા ખાન ગયા વર્ષે એપ્રિલમાં સત્તા પરથી દૂર થયા ત્યારથી પોલીસે ઓછામાં ઓછા ૭૬ કેસ નોંધ્યા છે.

પીટીઆઈના વરિષ્ઠ નેતા હમ્માદ અઝહરે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, ‘પોલીસે જમાન પાર્કમાં એકઠા થયેલા પીટીઆઈના ઘણા કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસે પીટીઆઈ કાર્યકરો અને મહિલાઓને માર માર્યો હતો. પોલીસ કાર્યવાહીને યોગ્ય ઠેરવતા ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યુ હતુ કે, ‘અમને એજન્સીઓ તરફથી આતંકવાદી એલર્ટ મળ્યો હતો. તેથી જ પંજાબમાં જાહેર સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે પીટીઆઈના નેતાઓએ કહ્યું કે તેમની રેલી ન્યાયતંત્રના સન્માન અને ગૌરવ માટે કાઢવામાં આવશે.’

Follow Me:

Related Posts