ઇમરાન ખાને કહ્યું કે ‘હું નવાઝની જેમ ભાગીશ નહીં’
પાકિસ્તાનમાં અનેક પ્રકારના કેસનો સામનો કરી રહેલા પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને વર્તમાન સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. ઇમરાન ખાન આજે લાહોરથી ઇસ્લામાબાદ સુધી હકીકી આઝાદી માર્ચ કાઢી રહ્યાં છે. પોતાની પાર્ટીના નેતાઓ અને સમર્થકોની સાથે ઇમરાન રસ્તા પર ઉતરશે અને ખુદ આ માર્ચનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે ભારતની પ્રશંસા કરી છે. સાથે તેમણે કહ્યું કે હું નવાઝની જેમ ભાગેડૂ નથી. ઇમરાન ખાને ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ભારતમાં બેજવાબદાર રાજનીતિ નથી. તેમણે કહ્યું- અમે કાયદાનું પાલન કરીશું. કોઈ કાયદો તોડવાના નથી. હું આઈએસઆઈની પોલ ખોલી દઈશ. હું નવાઝની જેમ ભાગેડૂ નથી. આ માર્ચને લઈને ઇમરાન ખાનની પાર્ટીએ લાહોરમાં મોટી તૈયારી કરી છે.
પાર્ટીનો દાવો છે કે આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. આ માર્ચને લઈને ઇમરાન ખાને પહેલાથી સ્પષ્ટ કરી દીધુ કે તેમનો ઇરાદો સરકાર પાડવા કે નવી સરકાર બનાવવાનો નથી. પરંતુ સરકાર દેશમાં હિંસા ફેલાવી રહી છે. તેના વિરુદ્ધ પ્રદર્શન છે. તો માર્ચને લઈને સરકારે પણ તૈયારી કરી છે. સરકારને હિંસાની આશંકા છે તેથી સરકારે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કર્યા છે અને હિંસા ફેલાવશે તેની ધરપકડ માટે ઘણી ટીમોની રચના કરી છે. પાકિસ્તાનના નિષ્ણાંત પ્રમાણે આજે દેશમાં ગમે તે થઈ શકે છે. હિંસા અને હંગામાનો ડર એટલો વધુ છે કે ઇસ્લામાબાદના ઘણા ફફૈંઁ વિસ્તારમાં રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે. હજારોની સંખ્યામાં પોલીસ તૈનાત છે. શાહબાઝ શરીફ કોઈ જાેખમ લેવા ઈચ્છતા નથી.
Recent Comments