તેલુગુ ફિલ્મ ‘દેવદાસુ’થી પોતાના અભિનયની શરૂઆત કરનાર ઇલિયાના ડીક્રુઝ જ્યારથી ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી સમાચારમાં છે. હવે તેણે સત્તાવાર રીતે બેબી બમ્પ બતાવવાની પુષ્ટિ કરી છે. તેની પોસ્ટ જાેઈને જ્યાં ઘણા લોકો તેને અભિનંદન આપી રહ્યા છે, તો બીજી તરફ ઘણા ચાહકો પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે, અભિનેત્રી લગ્ન વિના જ માતા બનવા જઈ રહી છે. જાેકે, અહીં અમે ઇલિયાના પર એક નજર કરીએ જ્યારે એક યુઝરે અભિનેત્રીને તેની વર્જિનિટી વિશે પૂછ્યું. ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી અને તેને કહેલી એક લાઈને લોકોનું બોલવાનું બંધ કરી દીધું હતુ. ઇલિયાના આ દિવસોમાં ટ્રોલનો શિકાર બની રહી છે ,અને લગ્ન પહેલા તેના પ્રેગ્નેન્ટ થવા પર દરેક લોકો ચોંકાવનારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. બેબી બમ્પની તસવીરોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે અને ઘણા લોકો જાણવા માંગે છે કે, ઈલિયાના કોની માતા બનવા જઈ રહી છે. નોંધનીય છે કે,તાજેતરમાં અભિનેત્રીએ બેબી બમ્પની તસવીરો શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ટૂંક સમયમાં બેબી આવી રહ્યું છે, મારા નાના પ્રિયતમને મળવાની રાહ જાેઈ શકતી નથી.
‘ ઇલિયાનાની આ પોસ્ટની મજાક ઉડાવવામાં આવી રહી છે, અને ખૂબ જ ખરાબ કોમેન્ટ્સ પણ આવી રહી છે. તમને જણાવી દઈએ કે ,આ પહેલા પણ અભિનેત્રીને ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે હંમેશા પોતાના બોલવાના અંદાજથી લોકોના મોં બંધ કરી દે છે. એકવાર કોઈએ તેને તેની વર્જીનિટી ગુમાવવા વિશે પૂછ્યું અને ત્યારે પણ તેણે યોગ્ય જવાબ આપ્યો. વાસ્તવમાં, એકવાર ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશનનું આયોજન કર્યું હતું, તે દરમિયાન, તેણે ચાહકોને પોતાની સાથે જાેડાયેલી ઘણી બાબતોનો સરળતાથી જવાબ આપ્યો હતો. પરંતુ પછી એક યુઝરે સવાલો પૂછવાની હદ વટાવી દીધી અને અભિનેત્રીને ખૂબ જ અંગત પ્રશ્ન પૂછ્યો. એક્ટ્રેસ દ્વારા કરવામાં આવેલા આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન જ્યારે એક યુઝરે તેને તેની ‘ વર્જીનિટી વિશે પૂછ્યું કે, તમે તમારી વર્જિનિટી ક્યારે ગુમાવી છે, તે સાંભળતા પહેલા ઇલિયાનાએ ખૂબ જ હ્રદયસ્પર્શી જવાબ આપ્યો હતો.
રુસ્તમ અભિનેત્રીએ જવાબ આપ્યો, ઉટ્ઠર ર્દ્ગજઅ, સ્ેષ્ઠર?? અને પછી કહ્યું, તારી મા શું કહેશે? ્જા ંજા (જૈષ્ઠ)…’ બાદમાં, ઇલિયાનાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ શેર કરી અને પોતાનો એક ફોટો શેર કર્યો અને કેપ્શન આપ્યું, ‘તેનો અભિપ્રાય અને તે શું વિચારે છે કે, તમે છો. તમે તેમની ખામીઓથી બન્યા નથી, તમે તમારા પોતાના અંધકાર અને પ્રકાશને કારણે સ્ટાર બની ગયા છો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. કોફી વિથ કરણ સીઝન ૭ ના એક એપિસોડમાં, કરણ જાેહરે તેમના સંબંધોની પુષ્ટિ કરી. બીજી તરફ વર્કફ્રન્ટની વાત કરીએ તો આગામી સમયમાં તે ‘તેરા ક્યા હોગા લવલી?’માં જાેવા મળશે. જાેવા મળશે જેમાં તે રણદીપ હુડ્ડા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.
Recent Comments