ગુજરાત

ઇસનપુર વિસ્તારમાં વેપારીના ઘરમાંથી ૧૩.૮૨ લાખની ચોરી થતા પોલીસ ફરિયાદ

શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી જયકૃષ્ણ સોસાયટીમાં રહેતા એક પરિવાર વડોદરા ખાતે એક મરણ પ્રસંગે ગયો હતો તે સમયે તસ્કરોએ લાભ લઈને બંધ મકાનને નિશાન બનાવીને દરવાજાનુ તાળુ તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. તિજાેરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા ટીવી સહિત કુલ રૂ.૧૩.૮૨ લાખની મત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ઈસનપુરના જયકૃષ્ણ સોસાયટીમાં રહેતા એક વેપારી પોતાના પરિવાર સાથે ૧૨ દિવસ અગાઉ વેપારી ના કાકીનુ અવસાન થયુ હોવાથી તેઓ પરિવાર સાથે બારમાં તેરમાની વિધિ માટે કરવા માટે ૨ સપ્ટેમ્બરના રોજ વડોદરા ખાતે ગયા હતા, ત્યાંથી બુધવારે સાંજના સમયે પરત ઈસનપુર ઘરે આવ્યા હતા. ત્યારે ઘરનો મેઈન દરવાજાે ખુલ્લો હતો અને નુકુચો તૂટેલી હાલતમાં હતો. ઘરમાં જઈને તપાસ કરતા અંદર રહેલો તમામ સામાન અસ્ત વ્યસ્ત હાલતમાં પડેલો હતો. ત્યારબાદ અંદરના રૂમમાં જઈને તપાસ કરતા કબાટ ખુલ્લી હાલતમાં હતું.

અને તેમાં મૂકેલી રોકડ, સોના-ચાંદીના દાગીના ૫૦ ઈંચનું ટીવી, મોંધી ઘડીયાળ સહિત કુલ રૂ.૧૩.૮૨ લાખની મત્તા ચોરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વેપારી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઇસનપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસને પ્રાથમિક તબ્બકે આશંકા છે કે સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપવા પાછળ કોઈ જાણભેદુનો હાથ સંડોવાયેલો હોઈ શકે છે. હાલ ઇસનપુર પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts