ઇસ્કોન બ્રિજ અક્સ્માત કેસઃ આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં હૃદય સંબંધિત તકલીફને લઈને હંગામી જામીન માંગ્યા
બહુચચિર્ત ઇસ્કોન બ્રિજ અક્સ્માત કેસના આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે. જેમાં તેને હૃદય સંબંધિત તકલીફને લઈને હંગામી જામીન માંગવામાં આવ્યા છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તે જેલમાં છે. અરજદારને વર્ષ ૨૦૨૩ ના ફેબ્રુઆરી મહિનામાં હૃદય સંબંધિત સારવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. આ સંદર્ભે હાઇકોર્ટે જેલ ઓથોરિટી પાસેથી અરજદારનું ફ્રેશ મેડિકલ સટિર્ફિકેટ મંગાવ્યું છે. તેમજ ૧૪ જૂને વધુ સુનવણી રાખવામાં આવી છે. ઇસ્કોનબ્રીજ અકસ્માત પહેલા પણ સારવાર અપાઇ હતી, અગાઉ ગ્રામ્ય કોર્ટે અરજી નકારી હતી.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ૦૪ અઠવાડીયાના હંગામી જામીન આ જ કારણોસર માંગ્યા હતા. જો કે તથ્યને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા કોર્ટે સૂચન કર્યું હતું. તેને જણાવ્યું હતી કે નવેમ્બર, ૨૦૨૩ માં પણ તેને હૃદય સંબંધિત તકલીફ સર્જાતા તેને જેલ ઓથોરિટીને જાણકારી આપી હતી. જો કે તેનો ઈસીજી નો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.
Recent Comments