ઇસ્લામ ધર્મના વડા મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી
ઇદ એ મિલાદ એટલે કે મુસ્લિમ ધર્મના વડા મહંમદ પયગંબર સાહેબનો જન્મ દિવસ. આ દિવસને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ત્યારે મોડાસા અને ભિલોડામાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. મુસ્લિમ ધર્મના વડા મહંમદ પયગંબર સાહેબનો જન્મ દિવસ એટલે ઈદ એ મિલાદ આ દિવસને મુસ્લિમ બિરાદરો ખૂબ જ ધામધૂમ થી ઉજવે છે. દરેક નગરમાં ડીજેના તાલે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવે છે અને મુસ્લિમ બિરાદરો ઈદ એ મિલાદની એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. અવનવી વાનગી બનાવી આરોગવામાં આવે છે.
મહંમદ પયગંબર સાહેબે કહ્યું છે કે દરેક મુસ્લિમે ક્યારે નાત જાત ધર્મનો ભેદભાવ રાખવો ના જાેઈએ. હજ કરવા જતી વખતે જાે રસ્તામાં કોઈ અન્ય ધર્મનો માણસ દુઃખી હોય અને એને તરછોડીને તમે જાઓ તો અલ્લાહ એ હજ કબુલ કરતા નથી. આમ મુસ્લિમ સંપ્રદાયના મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી. મોડાસા અને ભિલોડામાં ભવ્ય ઝુલુસ કાઢવામાં.આવ્યું હતું.
Recent Comments