ભાવનગર

ઇ-સંજીવની ઓ.પી.ડી. ની એપ્લીકેશન એન્ડ્રોઇડ ફોનમાં પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી ઇચ્છીત તજજ્ઞોનો સંપર્ક કરી શકાશે

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામા આવેલ “ઘર આંગણે દવાખાનું” ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવાનો લાભ હોમ આઇસોલેશનમાં રહેલા કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓ અને તેમના ઘરના લોકો દ્વારા નિઃશૂલ્ક મેળવી શકે છે.

ઇ-સંજીવની ઓ.પી.ડી. ની એપ્લીકેશન એન્ડ્રોઇડ ફોનમાં પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં દર્દી તરીકે રજીસ્ટર કરવાથી એક ટોકન આવે છે. જે ટોકન લખવાથી સીધા જ ઇચ્છીત તજજ્ઞોનો સંપર્ક કરી શકાય છે અને માર્ગદર્શન તથા સારવાર મેળવી શકાય છે.
તજજ્ઞો દ્વારા ઇ- પ્રિસ્ક્રીપ્શન ફોનમાં એસ.એમ.એસ. થી દર્દીને મળી જાય છે. આ ઇ- પ્રિસ્ક્રીપ્શન કોઇપણ સરકારી દવાખાનામાં બતાવવાની નિઃશૂલ્ક દવાઓ મળી જાય છે. લાંબી લાઇનોમાં ઉભા નથી રહેવું પડતું અને સમય અને લોકોના વધુ સંપર્કમાં આવવાથી પણ બચી શકાય છે.

આ યોજના તમામ જનતા માટે ખૂબ જ લાભકારી છે. જેનાથી પ્રજાજનોનો તજજ્ઞોના કન્સલ્ટન્ટેશનમાં થતો ખર્ચ નિવારી શકાય છે. સીવીલ હોસ્પિટલ તથા અન્ય મોટી હોસ્પિટલમાં થતી ભીડ પણ અટકાવી શકાય છે. હાલના કોરોના પેન્ડેમિકના સમયગાળામાં રોગચાળાના અટકાયત માટે અગત્યનું સાધન પુરવાર થઇ શકે તેમ છે.

આ ઇ- સંજીવની ઓ.પી.ડી. એપ ડાઉનલોડ કરી મહત્તમ ઉપયોગ કરવાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એન.સી.વેકરીયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Related Posts