ઈંગોરાળા ખાતે સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી
સેવા સહકારી મંડળી એ ગામડાના આર્થિક પરીબળનું મુખ્ય સ્ત્રોત છે અને તેના થકી ખેતિ અને ખેડૂત આર્થિક જરૂરીયાત મેળવી વિકાસના પ્રવાહમા રત રહે છે તેમ લાઠી તાલુકાના ઈંગોરાળા(જાગાણી) ગામે આવેલ સેવા સહકારી મંડળી ૧૦૦ વર્ષ પૂર્ણ કરતી હોય આ તકે આયોજીત વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ જણાવેલ સંઘાણીએ વધુમા જણાવેલ કે, આગેવાનોની દિર્ઘ દ્રષ્ટ્રિ અને મંડળીઓનો પારદર્શક વ્યવહાર”
સહકાર થી સમૃધ્ધે ” તરફ લઈજતી હોય છે જેનું ઉતમ ઉદાહરણ ઈંગોરાળા સે.સ.મં.લીએ પુરૂ પાડેલ છે. સાધારણ સભામા દિલીપ સંઘાણી ઉપરાંત અમરેલી જીલ્લા ખરીદ વેચાણ સંઘ લી. પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનિષ સંઘાણી, મયુરભાઈ હિરપરા, જીલ્લા બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ.કોઠીયા, મગનભાઈ ભાદાણી, મંડળીના પ્રમુખ બાબુભાઈ વાઘાણી, મંડળીના મંત્રી રવિભાઈ હિરપરા, ઘનશ્યામભાઈ હિરપરા, લલુભાઈ બાબરીયા, ભરતભાઈ ખોખર, બાબુભાઈ સખવાળા ઉપસ્થિત રહયા હતા. ઈંગોરાળાના રહીશ આગેવાન મરભાઈ હિરપરા એ ઉપસ્થિત
મહાનુભાવોને સ્વાગત સાથે આવકારી કાર્યક્રમમાં ઉપસ્થિતી બદલ આભાર વ્યકત કરેલ. આ તકે સહકારી આગેવાનો, ગ્રામજનો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીના અંતમા જણાવાયેલ છે.
Recent Comments