ઈંગોરાળા જાગાણી ગામે ચક્ષુદાતા સ્વ વલ્લભભાઈ ભીમજીભાઈ આસોદરિયા પરિવાર નું દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ સન્માન

દામનગર ઈગોરાળા જાગાણી ગામે ચક્ષુદાતા સ્વ વલ્લભભાઇ ભીમજીભાઇ આસોદરીયા નું અવસાન થતાં સદગત ની ઇચ્છાનુસાર સદગત ના પુત્ર રત્ન અને પરિવાર જનો દ્વારા સ્વ વલ્લભભાઈ ભીમજીભાઈ આસોદરિયા નું ચક્ષુદાન કરાયું હતું સદગત ના પરિવારજનો અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય મયૂરભાઈ અને કિશોરભાઈ આસોદરિયા એ જણાવ્યું હતું કે વ્યક્તિ દૈહિક રૂપે સદેહ ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જીવન પર્યન્ત જીવંત છે તેમની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરી જન કલ્યાણ ની ઉચ્ચ ભાવના સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક બને આવા પરમાર્થ વિચારો ધરાવતા આસોદરિયા પરિવાર નું દામનગર શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચક્ષુદાતા પરિવાર નું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું ચક્ષુદાતા પરિવાર ની આવી ઉમદા સેવા સુગંધી પુષ્પો માફક ફેલાઈ અને જનકલ્યાણ માટે અનુકરણીય બની રહે નાના એવા ઈગોરાળા જાગાણી ગામ માં ચક્ષુદાન કરી પ્રેરણા આપનાર ચક્ષુદાતા ની નોંધ લેવાઈ દામનગર શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી શ્રી પરમધામ સેવા સમિતિ કિશોરભાઈ વાજા કૌશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી મોટિવેશન સ્પીકર સંજયભાઈ તન્ના વેપારી અગ્રણી અબ્દુલભાઇ દિવાના શિક્ષક મહેશભાઈ ચૌહાણ જયતિભાઈ નારોલા સહિત અનેકો કાર્યકરો અગ્રણી ઓ એ ચક્ષુદાતા પરિવાર નું પ્રમાણપત્ર અર્પણ કરી વિશિષ્ટ સન્માન કર્યું હતું
Recent Comments